• Home
  • Sports
  • Cricket
  • Hardik shared the first photo of Junior Pandya, wrote on Twitter the blessing from God

પિતા બનવાની ખુશી / હાર્દિકે શેર કર્યો જૂનિયર પંડ્યાનો પહેલો ફોટો, ટ્વિટર પર લખ્યું- ભગવાનના આશીર્વાદથી મળ્યો છે

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે આ વર્ષે 1 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. તે બાદ 31 મેના રોજ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તેઓ પેરેન્ટ્સ બનવાના છે.
X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:15 PM IST

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પિતા બન્યા બાદ પહેલીવાર પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આની પહેલા પણ તેણે એક ફોટો શેર કર્યો હતો પરંતુ તેમાં જૂનિયર પંડ્યાનો ચહેરો દેખાતો ન હતો. નવો ફોટો શેર કરતા હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે - ભગવાનના આશીર્વાદથી મળ્યો છે.

હાર્દિકે આ વર્ષે 1 જાન્યુઆરીએ નતાશા સાથે સગાઈ કરી હતી. આ અંગે તેણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. આ પછી, 31 મે 2020ના રોજ નતાશા અને હાર્દિકે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ માતા-પિતા બનવા જઇ રહ્યા છે.

થોડા સમય પહેલાં હાર્દિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા માતા-પિતાને મારી સગાઈ વિશે પણ ખબર નહોતી. ભાઈ કૃણાલને પણ બે દિવસ પહેલા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પરિવારે મારો સાથ આપ્યો હતો."

સગાઈ બાદ હાર્દિકે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. કેપ્શનમાં લખ્યું હતું, "મેં તેરા તુ મેરી જાને સારા હિન્દુસ્તાન."

મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી