• Gujarati News
  • Sports
  • Cricket
  • Hardik Pandya, Who Is Not Retiring, Described The Journey With Mumbai, The Fans Also Became Emotional In Social Media; MI's Response Is Viral

હાર્દિક પંડ્યા ભાવુક થયો:રિટેઈન ન થતા ગુજ્જુ ખેલાડીએ મુંબઈ સાથેની સફર વર્ણવી, સો.મીડિયામાં ફેન્સ પણ ઈમોશનલ થયા; MIની પ્રતિક્રિયા વાઈરલ

2 મહિનો પહેલા
  • રિટેન્શનમાં મુંબઈએ રોહિત-બુમરાહ-સૂર્યકુમાર અને પોલાર્ડને ટીમમાં રાખ્યા

IPL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. તેવામાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા સહિત ઘણા મેચ વિનર્સને રિટેન ન કરતા ટીમના ખેલાડી ભાવુક થયા છે. ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ મુંબઈ સાથેની પોતાની સફર અંગે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે આ વીડિયોમાં યાદ આયેંગે વો પલ સોન્ગ એડ કરી ભાવુક પોસ્ટ શેર કરી છે. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ અકાઉન્ટે પણ ઈમોશન કોમેન્ટ કરી લોકોનું ધ્યાન ખેચ્યું છે.

હાર્દિકે પોસ્ટમાં શરૂઆતથી અત્યારસુધીનો ઉલ્લેખ કર્યો
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ રિટેન્શનમાં MI ટીમે રિટેન કર્યો નથી. જેના પરિણામે આજે હાર્દિકે સોશિયલ મીડિયામાં એક ભાવુક વીડિયો પોસ્ટ કરી શરૂઆતથી અત્યારસુધીની સફર વર્ણવી છે. તેણે આ વીડિયોમાં યાદ આયેંગે વો પલ સોન્ગ એડ કરી કેપ્શનમાં લખ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી મને જે કંઈ પણ યાદો આપી છે તે હું જીવનભર યાદ રાખીશ. આ ટીમમાં મારા સારા મિત્રો પણ બન્યા, સ્ટાફ સાથે સારા સંબંધોથી લઈ ફેન્સે આપેલા પ્રેમને હું હંમેશા યાદ રાખીશ અને હું તમામનો આભારી છું.

હું એક પ્લેયરની સાથે માણસ તરીકે મુંબઈની ટીમમાં વિકસ્યો છું. આ ટીમમાં હું એક યુવા ખેલાડી તરીકે આવ્યો હતો અને MIના સારા-ખરાબ દરેક સમયમાં અમે એકસાથે રહ્યા છીએ. અમે સાથે જીત્યા, હાર્યા અને લડ્યા. આ તમામ યાદો મારા દિલમાં હરહંમેશ રહેશે. લોકો કહે છે કે દરેક સારી યાદ અને પળનો એક અંત હોય છે, પરંતુ મુંબઈ સાથે પસાર કરેલો દરેક સમય મારા દિલમાં રહેશે.

ફેન્સ પણ ઈમોશનલ થયા
ફેન્સ પણ ઈમોશનલ થયા

મુંબઈ ઈન્ડિયન્સનો જવાબ વાઈરલ
MIએ હાર્દિકની પોસ્ટમાં જવાબ આપતા લખ્યું મુંબઈથી ઈન્ડિયા સુધી તારી સફર શાનદાર રહી, અમને તારી સાથે આ સફર ખેડવાનો ગર્વ છે. યાદ આયેંગે યે પલ.... આ ક્ષણ હરહંમેશ યાદ આવશે.

સૌજન્ય- IPL
સૌજન્ય- IPL

રિટેન્શનમાં મુંબઈએ રોહિત-બુમરાહ સહિત 4 ખેલાડી રિટેન કર્યા
મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. ઉલ્લેખનીય છે કે હવે રોહિત શર્મા ઈન્ડિયન ટીમના T20 કેપ્ટન હોવાથી MIએ તેને ગત વર્ષ કરતાં 1 કરોડ રૂપિયાની રકમ વધારે આપી ટીમમાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

  • આ 4 ખેલાડીને રિટેન કરવામાં મુંબઈના પર્સમાંથી 42 કરોડ રૂપિયા કપાયા.
  • મેગા ઓક્શનમાં મુંબઈના પર્સમાં 48 કરોડ રૂપિયા રહેશે.

આ ખેલાડીઓને રિટેન ન કરવામાં આવ્યાઃ આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, અનુકૂલ રોય, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, રાહુલ ચાહર, ક્રિસ લિન, ટ્રેન્ટ બોલ્ટ, મોહસિન ખાન, સૌરભ તિવારી, એડમ મિલ્ને, નાથન કુલ્ટર-નાઈલ, પીયૂષ ચાવલા, જેમ્સ નીશમ, યુદ્ધવીર ચરક, માર્કો જેન્સન, અર્જુન તેંડુલકર.

આ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા: રોહિત શર્મા, જશપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કાઈરન પોલાર્ડ

અન્ય સમાચારો પણ છે...