મોટું નિવેદન:હાર્દિક પંડ્યાએ કહ્યું- મને ડ્રોપ નહોતો કર્યો, બ્રેક લીધો હતો

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિકે દ.આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી સીરિઝ અગાઉ ટીમમાં સામેલ થવા પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે,‘મને ક્યારેય ટીમથી ડ્રોપ કરાયો જ નહોતો. મે પોતે જ બ્રેક લીધો હતો.

હું આ માટે BCCIનો આભાર માનું છું કે મને આટલો લાંબો બ્રેક આપ્યો તથા મને વહેલી તકે ટીમમાં પરત ફરવા મજબૂર નહોતો કર્યો. જૂનો હાર્દિક પરત આવ્યો છે. હવે ફેન્સ પણ ફરી જોવા મળશે અને મારા કમબેકનો આ પરફેક્ટ સમય છે.

આગામી દિવસોમાં ઘણી મેચ યોજાશે. હું આ સમયની જ રાહ જોઈ રહ્યો હતો.’ ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ હાર્દિક પંડ્યા ટીમની બહાર જ હતો. હાર્દિકે IPLની 15મી સિઝનમાં પ્રથમવાર કેપ્ટન તરીકે ઉતરી ઓલરાઉન્ડ પ્રદર્શન થકી ગુજરાત ટાઈટન્સ ટીમને ચેમ્પિયન બનાવી હતી. તે ટીમનો ટોપ સ્કોરર પણ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...