તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોમાંચક સિરીઝ જીત્યા પછી સેલિબ્રેશન:બીજી વનડે જીત્યા પછી સૂર્યકુમાર-હાર્દિક અને ઈશાન સિંગર બની ગયા, ગીત ગાઇને જીત સેલિબ્રેશન કર્યું; VIDEO વાઇરલ

કોલંબો14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાહર-ભુવનેશ્વરે સ્પેશિયલ ઈનિંગ રમી ઈન્ડિયાને મેચ જીતાડી

શ્રીલંકા સામે બીજી વનડેમાં 3 વિકેટે જીત મેળવ્યા બાદ ઈન્ડિયન ટીમનો સેલિબ્રેશન મોડ એક્ટિવ થઈ ગયો હતો. આ મેચ જીત્યાની સાથે ઈન્ડિયન ટીમે 2-0થી 3 મેચની સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. મેચ પછી સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, કૃષ્મપ્પા ગૌતમ અને વરૂણ ચક્રવર્તીએ ગીતો ગાઇને ઉજવણી કરી હતી.

સૂર્યકુમારે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં આ ચારેય ખેલાડી ગેન્ગસ્ટર મૂવીનું 'ન જાને કોઇ કેસી હે યે ઝિંદગાની' ગીત ગાતા નજરે પડ્યા હતા. સૂર્યકુમારે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે જીત્યા પછીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ વીડિયો હોટલની અંદરનો છે.

ઈન્ડિયન ટીમે અંતિમ ઓવરમાં બીજી વનડે જીતી
કોલંબોમાં રમાયેલી બીજી વનડે અત્યંત રોમાંચક રહી હતી. ઈન્ડિયન ટીમે આ મેચ અંતિમ ઓવરમાં જીતી હતી. શ્રીલંકન ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈન્ડિયાએ 193 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે તો એમ લાગી રહ્યું હતું કે આ મેચ ઈન્ડિયા હારી જશે. પરંતુ દીપક ચહર અને ભુવનેશ્વર કુમારની પાર્ટનરશિપે ઈન્ડિયાને 49.1 ઓવરમાં 7 વિકેટે 277 રન બનાવી મેચ જીતી હતી.

ચાહર-ભુવનેશ્વરે સ્પેશિયલ ઈનિંગ રમી ઈન્ડિયાને મેચ જીતાડી
દીપક ચાહરે આ મેચમાં પોતાની પહેલી આતંરરાષ્ટ્રીય ફિફ્ટી મારી હતી. જેમાં એણે 82 બોલમાં 69 રન બનાવી ટીમને મેચ જીતાડી હતી. મેચની સ્થિતિ એવી હતી કે દીપકનો સાથ આપે તેવો કોઇ બેટ્સમેન પણ ક્રીઝ પર રહેવો જોઇતો હતો. આ માગને ભુવીએ પૂરી કરી દીધી હતી. એણે વિકેટનો બીજો એન્ડ સંભાળી રાખ્યો હતો, જેમાં એણે 28 બોલમાં 19 રન બનાવ્યા હતા. આ બે ખેલાડી સિવાય સૂર્યકુમાર યાદવે 53 રનની ઈનિંગ રમી હતી. સિરીઝની અંતિમ મેચ શુક્રવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.

અન્ય સમાચારો પણ છે...