સૂર્યકુમાર યાદવ ICC રેન્કિંગમાં ટૉપ-3માં પહોંચ્યો:હાર્દિક પંડ્યા T20માં 5માં નંબરે, ખરાબ પ્રદર્શનના કારણે ભુવનેશ્વર કુમારને 2 સ્થાનનું નુક્સાન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ICCએ બુધવારે T20 રેન્કિંગ બહાર પાડ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા સામે 25 બોલમાં 46 રનની ઇનિંગ રમનાર ભારતીય બેટર સૂર્યકુમાર યાદવે ટૉપ-3માં પ્રવેશ કર્યો છે. જ્યારે 30 બોલમાં 71 રન બનાવનાર હાર્દિક પંડ્યાને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 5માં નંબરે આવી ગયો છે. આ જોકે ચાર ઓવરમાં 52 રન દેનાર ભુવનેશ્વર કુમારને 2 પોઇન્ટનું નુક્સાન થયું છે. તે હવે બોલર્સની રેન્કિંગમાં 9માં સ્થાને આવી ગયો છે.

બાબર આઝમને પણ નુક્સાન થયું

પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમ પણ છેલ્લા થોડા સમયથી ચાલતો નથી. તે એશિયા કપમાં પણ પ્રદર્શન કરી શક્યો નહોતો. તો ઇંગ્લેન્ડ સામે મંગળવારે રમાયેલી મેચમાં પણ તે સારું રમી શક્યો નહોતો. તેવામાં તેને ICC રેન્કિંગમાં નુક્સાન થયું હતુ. તે હવે ચોથા નંબરે આવી ગયો છે.

હાર્દિક પંડ્યાને પણ ફાયદો થયો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ શાનદાર પ્રદર્શન કરવા માટે ફાયદો થયો છે. તે ઓલરાઉન્ડર્સની યાદીમાં ટૉપ-5માં સામેલ થઈ ગયો છે. અને 2 સ્થાનના ફાયદા સાથે તે હવે 5માં નંબરે આવી ગયો છે. હાર્દિક પંડ્યાની કુલ 180 રેટિંગ્સ છે. જ્યારે શાકિબ અલ હસન 248 રેટિંગ્સ સાથે ટૉપ ઓલરાઉન્ડર છે.

ભુવનેશ્વર કુમારને નુક્સાન થયું

એશિયા કપથી ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગ કરી રહેલા ભુવનેશ્વર કુમારને બે સ્થાનનું નુક્સાન થયું છે. અને હવે તે 9માં સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચમાં ભુવનેશ્વરે 4 ઓવરમાં 52 આપ્યા હતા. તે એક વિકેટ પણ લઈ શક્યો નહોતો. ભુવનેશ્વર કુમારની 19મી ઓવર જ ટીમ ઈન્ડિયાને ભારે પડી ગઈ હતી. જોકે ભુવનેશ્વર કુમાર T20 રેન્કિંગમાં ટૉપ-10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બોલર છે.