સિદ્ધિ:હાર્દિક 500+ રન અને 50+ વિકેટની સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય

સેન્ટ કિટ્સ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીજી ટી-20માં અંતિમ ઓવરમાં ભારતીય ટીમે 5 વિકેટનો હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી 24 કલાકની અંદર ભારતીય ટીમ ત્રીજી ટી-20 રમવા મેદાને ઉતરી હતી. આ મેચમાં જાડેજાને આરામ આપતા હુડ્ડાને તક અપાઈ હતી. મેચમાં વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 163 રન કર્યા હતા. કાયલ મેયર્સે 73 રનની ઈનિંગ્સ રમી હતી.

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી. આ વિકેટ ઝડપવાની સાથે જ હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ટી-20માં 50+ વિકેટ અને 500+ રનની બેવડી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. બોલિંગ કોચે કહ્યું- વેસ્ટ ઈન્ડિઝ સીરિઝથી વર્લ્ડ કપ માટેના બોલર નક્કી કરીશું ભારતીય બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 સીરિઝથી ટીમ મેનજમેન્ટને ટી-20 વર્લ્ડ કપ માટે બોલિંગ યુનિટ તૈયાર કરવામાં મદદ મળશે.

મહામ્બ્રેએ કહ્યું કે,‘આ સીરિઝ વર્લ્ડ કપની તૈયારીઓનો ભાગ છે. અમે યુવાઓને તક આપી રહ્યાં છે જેથી જાણી શકાય કે- કયા ખેલાડીઓ ટીમ માટે ઉપયોગી રહેશે. આ રીતે યોજના બનાવવી સરળ રહે છે.’ મહામ્બ્રેએ આવેશ અને અર્શદીપ સહિત ટીમના યુવા ઝડપી બોલર્સ તથા અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે,‘ગત 2 મેચમાં અર્શદીપ અને આવેશે દબાણ હેઠળ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા દેખાડી. જે જોઈને મને આનંદ થયો.’

અન્ય સમાચારો પણ છે...