ભારત-શ્રીલંકા T20ની ટોપ મોમેન્ટ્સ:સ્પિનરના યોર્કર પર પડ્યો હાર્દિક, ઈશાન પહેલી ઓવરમાં 15થી વધુ રન બનાવનાર ત્રીજા ભારતીય બન્યા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયા માટે 2023ની શરૂઆત સારી રહી. વર્ષની પહેલી T20 મેચમાં શ્રીલંકાને 2 રનથી હાર આપી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ઈશાન કિશને શાનદાર શરૂઆત અપાવી. બીજી તરફ મેચની અંતિમ ઓવરમાં અક્ષર પટેલ અનુભવી બોલર તરીકે નજર આવ્યો હતો.

રોમાંચક મેચમાં શ્રીલંકાને અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી, પરંતુ અક્ષરની સચોટ બોલિંગને કારણે શ્રીલંકા ટાર્ગેટ પૂરો ન કરી શકી. મેચ દરમિયાન એવી ઘણી મોમેન્ટ્સ આવી, જેમાં લાગ્યું કે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે. આ દરમિયાન કેચ પણ છૂટ્યા.

પહેલા હાર્દિકની સિદ્ધિ પર એક નજર...
કેપ્ટનશિપમાં 100% જીતનો રેકોર્ડ બનાવ્યો: હાર્દિકે 2022માં આયર્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝમાં પહેલી વખત ભારતની કમાન સંભાળી હતી. હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ ભારતે 5 T20 રમી, જેમાં 4માં જીત મળી અને એક મેચ ડ્રો ગઈ હતી.

મેચ જીત્યા બાદ હાર્દિકે અક્ષર સાથે આ રીતે ઉજવણી કરી હતી.
મેચ જીત્યા બાદ હાર્દિકે અક્ષર સાથે આ રીતે ઉજવણી કરી હતી.

મેચની ટોપ મોમેન્ટ્સ પર નજર...
1. છેલ્લા બોલ પર શ્રીલંકા 4 રન બનાવી ન શકી: રોમાંચક મેચમાં શ્રીલંકાને અંતિમ 6 બોલમાં 13 રનની જરૂર હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલને ઓવર આપી. તેણે પહેલો બોલ વાઈડ ફેંક્યો. એ પછીના બોલ પર એક રન આવ્યો. બીજો ડોટ બોલ રહ્યો. ત્રીજા બોલે કરુણારત્નેએ મિડ-વિકેટ ઉપરથી સિક્સ ફટકારી.

છેલ્લા 3 બોલમાં 5 રનની જરૂર હતી. ચોથો ડોટ બોલ રહ્યો. પાંચમાં બોલ પર એક રન આવ્યો અને રજિથા આઉટ થયો. છેલ્લા બોલ પર 4 રનની જરૂર હતી. અક્ષરે ઓવર ધ વિકેટ જઈને ગુડ લેન્થ બોલ ફેંક્યો. કરુણારત્નેએ શોટ મારવા પ્રયત્ન કર્યો, પરંતુ બોલ સીધો મિડ-વિકેટ પર ઊભેલા દીપક હુડ્ડાના હાથમાં ગયો. હુડ્ડાએ વિકેટકીપરના હાથમાં થ્રો કર્યો. શ્રીલંકાને એક જ રન મળ્યો અને 2 રનથી ભારત મેચ જીત્યું.

અક્ષરને અભિનંદન આપતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ.
અક્ષરને અભિનંદન આપતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ.

2. ઈશાન પહેલી ઓવરમાં 15+ રન બનાવનારો ત્રીજા ભારતીય: ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાને ઓપનર ઈશાન કિશને શાનદાર શરૂઆત અપાવી. તેણે પહેલી ઓવરમાં એક સિક્સ અને બે ચોગ્ગા ફટકારી કુલ 16 રન બનાવ્યા. એક વાઈડ સાથે ભારતને આ ઓવરમાં 17 રન મળ્યા.

બીજી તરફ, ઈશાન પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બની ગયો છે. T20 ઈન્ટરનેશનલની પહેલી જ ઓવરમાં ભારત માટે સૌથી વધુ રન 2009માં હતા. ત્યારે વીરેન્દ્ર સેહવાગે 19 રન બનાવ્યા હતા. એ જ રીતે રોહિત શર્માએ 2018માં દક્ષિણ આફ્રિકા સામે 17 રન બનાવ્યા હતા.

પહેલી ઓવરમાં એક સિક્સ અને બે ચોગ્ગા ફટકારી કુલ 16 રન બનાવ્યા. એક વાઈડ સાથે ભારતને આ ઓવરમાં 17 રન મળ્યા.
પહેલી ઓવરમાં એક સિક્સ અને બે ચોગ્ગા ફટકારી કુલ 16 રન બનાવ્યા. એક વાઈડ સાથે ભારતને આ ઓવરમાં 17 રન મળ્યા.

3. માવીએ તેની કારકિર્દીની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી: શુબમન ગિલ અને શિવમ માવીએ ડેબ્યુ કર્યું. માવીને તેની T20 કારકિર્દીની પહેલી જ ઓવરમાં વિકેટ મળી હતી. માવીની ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગા પડ્યા હતા. તેણે પાંચમો બોલ ફુલર લેન્થ ઓફ સ્ટમ્પ પર નાખ્યો હતો. બોલ સ્વિંગ થયો. નિસાન્કા આ સમજી શક્યો નહીં અને બોલ્ડ થયો. નિસાન્કાએ 3 બોલમાં એક રન માર્યો હતો.

માવીએ પાંચમા બોલ પર નિસાન્કાને બોલ્ડ કર્યો હતો.
માવીએ પાંચમા બોલ પર નિસાન્કાને બોલ્ડ કર્યો હતો.

4. સંજુ સેમસને એક કેચ છોડ્યો, બે પકડ્યા: હાર્દિકની ઓવરમાં બીજો બોલ પથુમ નિસાન્કાના બેટને અડીને મિડ-ઓફ તરફ હવામાં ઊછળ્યો, જ્યાં સંજુ સેમસને ડાઈવ મારીને કેચ પકડવા પ્રયત્ન કર્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી છૂટી ગયો. નિસાન્કા કેચ છૂટ્યા પછી પણ ફાયદો ન લઈ શક્યો અને ત્રણ બોલમાં એક રન બનાવી આઉટ થઈ ગયો. પહેલી ઓવરમાં કેચ છોડ્યા પછી સેમસને ચોથી અને 9મી ઓવરમાં બે કેચ પકડ્યા.

સંજુ સેમસન પથુમ નિસાન્કાનો કેચ છોડ્યો.
સંજુ સેમસન પથુમ નિસાન્કાનો કેચ છોડ્યો.

5. સ્પિનર થિક્સાનાના બોલ પર પડ્યા હાર્દિકઃ 12.5 ઓવરમાં શ્રીલંકાના સ્પિનર ​​મહિશ થિક્સાનાએ લેગ સ્ટમ્પ તરફ યોર્કર ફેંક્યો. હાર્દિક પંડ્યા તેને જજ ન કરી શક્યો અને શોટ મારવાના પ્રયાસમાં પિચ પર પડી ગયો. આ બોલ પર કોઈ રન ન આવ્યો. તે 15મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો. પંડ્યા દિલશાન મદુશંકાના બોલ પર વિકેટકીપર કુસલ મેન્ડિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 29 રન બનાવ્યા.

6.ઈશાનનો ફ્લાઇંગ કેચ: બીજી ઈનિંગની 8મી ઓવરમાં વિકેટકીપર ઈશાન કિશને શાનદાર કેચ પકડ્યો. ઉમરાન મલિકે ઓવરનો પાંચમો બોલ શોર્ટ ઓફ લેન્થ ફેંક્યો. શ્રીલંકાનો ચરિથ અસલંકા પુલ શોટ રમવા ગયો, પરંતુ બોલ હવામાં ફાઈન લેગ તરફ ગયો. વિકેટકીપર ઈશાને ફાઈન લેગ તરફ દોડ લગાવીને ડાઈવ મારીને શાનદાર કેચ પકડ્યો.

કિશન ફાઇન લેગ સુધી દોડે છે અને ડાઇવિંગ કેચ લે છે.
કિશન ફાઇન લેગ સુધી દોડે છે અને ડાઇવિંગ કેચ લે છે.

7.155 KMPH બોલ પર આઉટ થયો શનાકા: ભારતના ઉમરાન મલિકે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને 155 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલ ફેંકીને આઉટ કર્યો. 17મી ઓવરનો ચોથો બોલ ઉમરાને ફુલર લેન્થ ફેંક્યો. શનાકાએ ઈનસાઈડ આઉટ શોટ માર્યો, પરંતુ બોલ સીધો કવર્સ પોઝિશન પર ઊભેલા ચહલના હાથમાં ગયો. શનાકાએ 27 બોલમાં 45 રનની ઈનિંગ રમી, એમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

મલિકે 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો અને દાસુન શનાકાને પેવેલિયન મોકલ્યો.
મલિકે 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો અને દાસુન શનાકાને પેવેલિયન મોકલ્યો.

8. ફેન્સે પંતની સલામતીની પ્રાર્થના કરી: મેચ દરમિયાન કેટલાક ચાહકો રિષભ પંતના પોસ્ટર લઈને પહોંચ્યા હતા, જે થોડા દિવસ પહેલાં અકસ્માતમાં ઘાયલ થયા હતા. પોસ્ટરમાં પંતના ઝડપી સ્વસ્થ થવા માટે સંદેશ લખ્યો હતો. પોસ્ટરમાં 'ગેટ વેલ સૂન રિષભ પંત' લખેલું હતું.