તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિક શું કરશે?:હાર્દિક શ્રીલંકાના પ્રવાસે બોલિંગ કરી શકે છે, ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં કરી હતી

કોલંબો17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીઠમાં તકલીફને લીધે નિયમિત બોલિંગ કરતો ન હતો

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકાના પ્રવાસે બોલિંગ કરતો જોવા મળી શકે છે. 2018 એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં બોલિંગ દરમિયાન તેને પીઠમાં ઈજા પહોંચી હતી. ત્યાર પછી તેને સતત પીઠની તકલીફ છે. જેના કારણે તે ગણતરીના પ્રસંગે જ બોલિંગ કરે છે. જોકે, શ્રીલંકા સામેની સીરિઝ પહેલા તે નેટ્સ પર સતત બોલિંગ કરી રહ્યો છે. તેણે ભારતની બીજી ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં પણ બોલિંગ કરી હતી.

આઈપીએલનો અનુભવ કામ લાગશે : ભુવનેશ્વર
ભારતીય વાઈસ કેપ્ટન ભુવનેશ્વર કુમારે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નિવેદનનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતે બીજા લેવલની ટીમને પ્રવાસે મોકલી છે. ભુવીએ કહ્યું કે, ‘અમારી પાસે સારા ખેલાડી છે. તેમની પાસે આઈપીએલમાં રમવાનો અનુભવ છે. જે કામ લાગશે. યુવાન અને અનુભવી ખેલાડીઓની આ ટીમ પ્રવાસમાં સારું પ્રદર્શન કરશે.’ કેપ્ટન કોહલી સહિત અનેક મોટા નામ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેના કારણે રણતુંગાએ આવું નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...