તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Hardik Celebrates In An Awkward Manner When Shikhar Dhawan Catches A Ben Stocks Catch, Goes Viral On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંગ-ફૂ પંડ્યાનો અનેરો અંદાજ:શિખર ધવને બેન સ્ટૉક્સનો કેચ પકડ્યો ત્યારે હાર્દિકે અતરંગી અંદાજમાં સેલિબ્રેશન કર્યું; સોશિયલ મીડિયામાં વાઈરલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિખર ધવને બેન સ્ટૉક્સનો કેચ પકડતા હાર્દિક પંડ્યાએ અનોખા અંદાજમાં અભિવાદન કર્યું હતું. - Divya Bhaskar
શિખર ધવને બેન સ્ટૉક્સનો કેચ પકડતા હાર્દિક પંડ્યાએ અનોખા અંદાજમાં અભિવાદન કર્યું હતું.
  • હાર્દિકે બેન સ્ટૉક્સનો સરળ કેચ ડ્રોપ કર્યો ત્યારે વિરાટ-રોહિત પણ અચંબિત થઈ ગયા હતા
  • નટરાજનની બોલિંગમાં ધવને સ્ટૉક્સને કેચ આઉટ કરતા હાર્દિકે અલગ અંદાજમાં અભિવાદન કર્યું હતું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ નિર્ણાયક વનડે મેચ પુણેના MCA સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડને ભારતે 330 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં પહેલા કરતા ઈંગ્લેન્ડની હાલત ખરાબ જણાઈ હતી, તેણે 28 રનમાં મહત્વપૂર્ણ 2 વિકેટો ગુમાવી હતી. ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યાએ બેન સ્ટોક્સનો સરળ કેચ ડ્રોપ કર્યો હતો. ત્યારપછી જ્યારે નટરાજનની બોલિંગમાં ધવને કેચ પકડીને સ્ટૉક્સને પેવેલિયન ભેગો કર્યો ત્યારે હાર્દિકે બે હાથ જોડીને ઘુંટણીયે પડીને ધવનનો આભાર માન્યો હતો.

હાર્દિક પંડ્યાનું રિએક્શન સોશિયલ મીડિયામાં વાઈરલ
હાર્દિક પંડ્યા ભારતના સૌથી સારા ફિલ્ડરોમાંથી એક છે, તેવામાં જ્યારે હાર્દિકે કેચ ડ્રોપ કર્યો ત્યારે કોહલી અને રોહિત શર્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે તેઓને પણ ખબર હતી કે સ્ટૉક્સની વિકેટ કેટલી મહત્વપૂર્ણ હતી અને મેચને પોતાના પક્ષે કરી શકાય તેવી તક ભારતે ગુમાવી હતી. ત્યારપછી નટરાજને સ્ટૉક્સને શિખર ધવનના હાથે કેચ આઉટ કરાવ્યો ત્યારે હાર્દિક પંડ્યાએ અલગ જ પ્રકારનું રિએક્શન આપ્યું હતું. હાર્દિકનું આ રિએક્શન ગણતરીના સમયમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું. જેમાં હાર્દિક પંડ્યા ધવન તરફ બે હાથ જોડીને જમીન પર ઘુંટણીયે બેસી ગયો હતો અને કેચ પકડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

હાર્દિકે 64 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી
ભારતે ટોસ હારીને ઈંગ્લેન્ડના વિરૂદ્ધ 330 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઈન્ડિયન ટીમમાંથી શિખર ધવન, રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ અર્ધશતકીય ઈનિંગ રમી હતી. ભારતની ટીમે 360થી વધુ રનનો લક્ષ્યાંક ઈંગ્લેન્ડને આપવાની રણનિતી બનાવી હતી, પરંતુ મોટા શૉટ રમવાના ચક્કરમાં વિકેટો ગુમાવી હતી. ભારતનો સ્કોર મીડલ ઓવર્સમાં 4 વિકેટના નુકસાને 157 રનનો હતો. હાર્દિકે રિષભ પંત સાથે ભાગીદારી નોંધાવીને ભારતીય ઈનિંગને સંભાળી હતી અને એક મજબૂત ટાર્ગેટ સેટ કરવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બન્નેએ પાંચમી વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ બન્નેએ 5 ચોગ્ગા અને 4 છગ્ગાઓ માર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો