તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Harbhajan Singh's Trip With Chennai Super Kings Ends, Thanking CSK By Tweeting; The Mini Auction For Next Season Will Take Place In February

IPL 2021:ઓસ્ટ્રેલિયન્સનું માર્કેટ ડાઉન: રાજસ્થાને સ્મિથ, પંજાબે મેક્સવેલ અને બેંગલોરે ફિન્ચને રિલીઝ કર્યા; સંજુ સેમસન RRનો નવો કેપ્ટન

8 મહિનો પહેલા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે બધી ટીમોએ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મળેલી અપડેટ્સ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું માર્કેટ ડાઉન છે.

રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સ્ટીવ સ્મિથને, કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ગ્લેન મેક્સવેલને અને બેંગલોરે આરોન ફિન્ચને રિલીઝ કરી દીધા છે. રોયલ્સે સ્મિથને ટીમમાંથી કાઢ્યા પછી સંજુ સેમસનને કપ્તાન બનાવ્યો છે. કુમાર સંગાકારાને ટીમના ડાયરેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મુંબઇની ફ્રેન્ચાઇઝે કહ્યું, અમે ઇચ્છતા હતા કે મલિંગા રમવાનું ચાલુ રાખે પરંતુ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

સુપરકિંગ્સની ટીમે કેદાર જાધવ, પિયુષ ચાવલા, હરબજન સિંહ અને મુરલી વિજયને રિલીઝ કરી દીધા છે. જ્યારે CSKએ સુરેશ રૈનાને રિટેન કર્યો છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને રિટેન કર્યો છે.

RCBએ ફિન્ચ, મોરિસ સહિત 9ને રિલીઝ કર્યા

  • વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021 ઓક્શન પહેલાં 12 ખેલાડીઓને જ રિટેન કર્યા છે.
  • તેમણે આરોન ફિન્ચ, મોઇન અલી અને ક્રિસ મોરિસ જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
  • RCBએ દિલ્હી કેપિટલ્સ પાસેથી ડેનિયલ સેમ્સ અને હર્ષલ પટેલને ટ્રેડ કરીને લીધા.

1) રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)

RCBએ રિટેન કરેલા ખેલાડીઓ: વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પી., વી. સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝાંપા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપ, કેન રિચાર્ડસન, પવન દેશપાંડે.

ટ્રેડ કરીને મેળવેલા પ્લેયર્સ: ડેનિયલ સેમ્સ, હર્ષલ પટેલ.

RCBએ રિલીઝ કરેલા ખેલાડીઓ: આરોન ફિન્ચ, ગુરકિરત મન, ક્રિસ મોરિસ, શિવમ દુબે, ડેલ સ્ટેન, પાર્થિવ પટેલ, ઇસુરૂ ઉદાના, ઉમેશ યાદવ અને પવન નેગી.

2) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

KKRએ રિટેન કરેલા ખેલાડીઓ: ઓઈન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી એફ., નીતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, રિન્કુ સિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનિલ નારાયણ, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ

KKRએ રિલીઝ કરેલા ખેલાડીઓ: ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, સિદ્ધએશ લાડ, નિખિલ નાઈક, એમ. સિદ્ધાર્થ, હેરી ગર્ન

3) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

SRHએ રિટેન કરેલા ખેલાડીઓ: ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, મોહમ્મદ નાબી, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી. નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કોલ.

SRHએ રિલીઝ કરેલા ખેલાડીઓ: બિલી સ્ટેનલેક, બાવનકા સંદીપ, ફેબિયન એલન અને સંજય યાદવ

4) દિલ્હી કેપિટલ્સ (DC)

DCએ રિટેન કરેલા ખેલાડીઓ: શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિખર ધવન, પૃથ્વી શો, ઇશાંત શર્મા, આર. અશ્વિન, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, અમિત મિશ્રા, આવેશ ખાન, માર્કસ સ્ટોઈનીસ, શિમરોન હેટમાયર, કગીસો રબાડા, એંરિચ નોર્ટજે, પ્રવીણ દુબે, લલિત યાદવ, ક્રિસ વોક્સ

DCએ રિલીઝ કરેલા ખેલાડીઓ: મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કિમો પોલ, સંદીપ લામીછાને, એલેક્સ કેરી, જેસન રોય.

5) કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)

KXIPએ રિટેન કરેલા ખેલાડીઓ: ક્રિસ ગેલ, દિપક હુડા, મંદીપ સિંહ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, લોકેશ રાહુલ, નિકોલસ પુરન, પી. સિંહ, અર્શદીપ સિંહ, ક્રિસ જોર્ડન, દર્શન એન., હરપ્રિત બ્રાર, ઈશાન પોરેલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, એમ. અશ્વિન.

KXIPએ રિલીઝ કરેલા ખેલાડીઓ: ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટરેલ, મુજીબ ઉર રહેમાન, જિમી નિશમ, કે. ગોથમ, કરુણ નાયર, જે. સૂચિથ, તેજીન્દર સિંહ, હાર્ડસ વિજલો

6) રાજસ્થાન રોયલ્સ (RR)

RRએ રિટેન કરેલા ખેલાડીઓ: સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફરા આર્ચર, બેન સ્ટોક્સ, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવતીયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાઈ, જયદેવ ઉનડકટ, એમ. મયંક, યશસ્વી જેસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, રોબિન ઉથપ્પા.

RRએ રિલીઝ કરેલા ખેલાડીઓ: સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશેન થોમસ, આકાશ સિંહ, વરુણ આરોન, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ

7) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)

CSKએ રિટેન કરેલા ખેલાડીઓ: એમએસ ધોની, સુરેશ રૈના, કેએમ આસિફ, ઇમરાન તાહિર, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, આર. સાઇ કિશોર, લુંગી ગિડી, રવિન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, ઋતુરાજ ગાયકવાડ, જોશ હેઝલવુડ, અંબાતી રાયડુ, દીપક ચહર, ફાફ ડુ પ્લેસીસ, શાર્દુલ ઠાકુર, ડ્વેન બ્રાવો અને સેમ કરન.

CSKએ રિલીઝ કરેલા ખેલાડીઓ: કેદાર જાધવ, હરભજન સિંહ, મુરલી વિજય, પિયુષ ચાવલા, મોનુ કુમાર, શેન વોટસન

8) મુંબઈ ઇન્ડિયન્સ (MI)

MIએ રિટેન કરેલા ખેલાડીઓ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર, ટ્રેન્ટ બૌલ્ટ, જયંત યાદવ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, સુચિત રોય, ઇશાન કિશન, ક્વિન્ટન ડી કોક, આદિત્ય તારે, ધવલ કુલકર્ણી, જયંત યાદવ, ક્રિસ લિન, મોહસીન ખાન, અનમોલપ્રીત સિંહ.

MIએ રિલીઝ કરેલા ખેલાડીઓ: લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇલ, જેમ્સ પેટિન્સન, શેરફેન રધરફોર્ડ, મિશેલ મેકક્લેનાગન, પ્રિન્સ બલવંત સિંહ, દિગ્વિજય દેશમુખ.

અન્ય સમાચારો પણ છે...