તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની ટેસ્ટની જોડી નંબર-1:હનુમાએ કહ્યું- અશ્વિને મને મોટા ભાઈની જેમ ગાઈડ કર્યો ત્યારે મેચ ડ્રો કરાવી શક્યા

સિડની8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિડની ટેસ્ટના છેલ્લા દિવસે અશ્વિને 128 બોલમાં 39* અને વિહારીએ 161 બોલમાં 23* રન કર્યા હતા. - Divya Bhaskar
સિડની ટેસ્ટના છેલ્લા દિવસે અશ્વિને 128 બોલમાં 39* અને વિહારીએ 161 બોલમાં 23* રન કર્યા હતા.

ભારતીય ઓલરાઉન્ડર હનુમા વિહારીએ રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે સિડની ખાતે ટેસ્ટ ડ્રો કરાવી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે રેકોર્ડ 43 ઓવર રમીને અણનમ 62* રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપ અંગે હનુમાએ કહ્યું કે, અશ્વિને મોટા ભાઈની જેમ તેને રસ્તો બતાવીને ગાઈડ કર્યો હતો. તેથી જ બંને વચ્ચે આટલી મોટી ભાગીદારી થઈ શકી હતી.

ઓસ્ટ્રેલિયાએ મેચમાં 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 5 વિકેટે 344 રન કરીને મેચ ડ્રો કરી હતી. અશ્વિન અને વિહારીએ છઠ્ઠી વિકેટ માટે બોલ (259)ના હિસાબે ભારતની ત્રીજી સૌથી મોટી ભાગીદારી કરી.ત્રીજી ટેસ્ટ ડ્રો થતા સીરિઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. 15 જાન્યુઆરીએ બ્રિસ્બેન ખાતે અંતિમ ટેસ્ટ રમાશે.

મેચ ડ્રો કર્યા પછી વિહારી અને અશ્વિન.
મેચ ડ્રો કર્યા પછી વિહારી અને અશ્વિન.

છેલ્લા દિવસે બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો
વિહારીએ BCCI.TV પર કહ્યું કે, "પાંચમા દિવસે અંતિમ સેશનમાં બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો. આ કોઈ સપનું સાચું પડ્યું હોય તેના જેવું હતું. હું બહુ ખુશ છું. અશ્વિને મને મોટા ભાઈની જેમ ગાઈડ કર્યો. બેટિંગ દરમિયાન હું ઘણું બધું વિચારી રહ્યો હતો. ત્યારે અશ્વિને કહ્યું- અત્યારે માત્ર બોલ પર ધ્યાન આપ." અશ્વિને 128 બોલમાં 39* અને વિહારીએ 161 બોલમાં 23* રન કર્યા હતા.

વિહારીએ એકદમ ડિફેન્સિવ બેટિંગ કરતા એકસમયે 100 બોલમાં માત્ર 7* રન કર્યા હતા.
વિહારીએ એકદમ ડિફેન્સિવ બેટિંગ કરતા એકસમયે 100 બોલમાં માત્ર 7* રન કર્યા હતા.

અશ્વિને પોતાને ડુ-પ્લેસીસનું ઉદાહરણ આપ્યું હતું
સિડની ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ભારતને 309 રનની જરૂર હતી અને 8 હાથ વિકેટ હાથમાં હતી. આ અંગે અશ્વિને કહ્યું કે, હું જ્યારે રાત્રે સૂવા ગયો તો મેં પોતાને કહ્યું કે, જો હું દરેક ફોર્મેટમાં બેટિંગ કરી શકું છું તો હું એ કેમ નથી કરી શકતો જે ડુ-પ્લેસીસે એડિલેડમાં કર્યું હતું. હું પોતાને એક સારી તક આપી શકું છું.

નોંધનીય છે કે, ડુ-પ્લેસીસે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં છેલ્લા દિવસે 8 કલાક બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. તેણે અણનમ 110 રન માર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser