• Home
  • Sports
  • Cricket
  • Hamilton alone earns Rs 1,090 crore, while the total revenue of 8 IPL franchises is Rs 500 crore.

ભાસ્કર રિસર્ચ / ​​​​​​​હેમિલ્ટન એકલો 1090 કરોડ રૂપિયા કમાય છે, જ્યારે IPLના 8 ફ્રેન્ચાઈઝીની કુલ કમાણી 500 કરોડ

ફોર્મ્યુલના-1 રેસર હેમિલ્ટનની ફાઇલ તસવીર.
ફોર્મ્યુલના-1 રેસર હેમિલ્ટનની ફાઇલ તસવીર.
X
ફોર્મ્યુલના-1 રેસર હેમિલ્ટનની ફાઇલ તસવીર.ફોર્મ્યુલના-1 રેસર હેમિલ્ટનની ફાઇલ તસવીર.

  • દુનિયાની ટોચની ફૂટબોલ ક્લબ માનચેસ્ટર યુનાઈટેડ ફોર્મ્યુલના-1 રેસર હેમિલ્ટનથી માત્ર રૂ.240 કરોડ વધુ કમાય છે
  • જર્સી-કિટ સ્પોન્સરશિપ દ્વારા કરોડોની કમાણી

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:50 AM IST

નવી દિલ્હી. રમતની દુનિયામાં પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં એમેચ્યોર સ્પોર્ટ્સ કરતાં વધુ પૈસા છે. આ કમાણીનો માર્ગ અલગ-અલગ છે, જેમ કે જર્સી-કિટ સ્પોન્સરશિપથી થતી કમાણી, ટીવી જાહેરાતમાં કમાણી, સ્ટેડિયમમાં નેમિંગ રાઈટ્સની કમાણી, મેદાનમાં જાહેરાતોથી થતી કમાણી, ટિકિટ વિન્ડોથી થતી કમાણી વગેરે. જર્સી અને કિટ સ્પોન્સરશિપથી થતી કમાણીનૌ હિસ્સો વધુ છે. ફોર્મ્યુલા-1 રેસર લુઈસ હેમિલ્ટન પોતાના રેસ સૂટથી રૂ.1090 કરોડ કમાય છે. જ્યારે આઈપીએલની તમામ 8 ટીમ જર્સી કે કિટ સ્પોન્સર દ્વારા500 કરોડ કમાઈ શકે છે. આવી ચાર રમતમાં જર્સી, કિટ સ્પોન્સરથી થતી કમાણીની સરખામણી....

ફોર્મ્યુલા-1; હેમિલ્ટન 12 કંપનીઓને એન્ડોર્સ કરે છે

  • 6 વખતનો ફોર્મ્યુલા-1 વર્લ્ડ ચેમ્પિયન મર્સિડીઝ માટે લુઈસ હેમિલ્ટનના રેસ સૂટ પર 12 સ્પોન્સર્સની જાહેરાત છે. જેમાં ક્લોધિંગ બ્રાન્ડથી માંડીને એનર્જી ડ્રિન્ક્સ સુધીની છે. તેમાંથી બ્રિટિશ રેસર અને જર્મન ઓટોમેટિવ કંપની મર્સિડીઝને લગભગ રૂ.1090 કરોડની કમાણી થાય છે.
  • એફ-1ને 15 વર્ષમાં સ્પોન્સર્સ પાસેથી લગભગ 2 લાખ 25 હજાર કરોડ મળ્યા છે. 1066 કંપનીઓએ 6 હજાર ડિલ્સ કરી છે.
  • મર્સિડીઝે પેટ્રોનેસ સાથે 562 કરોડમાં ટાઈટલ સ્પોન્સરશિપ કરી છે. ફરેરાની ફિલિપ મોરિસ સાથે રૂ.1322 કરોડની સ્પોન્સરશિપ સૌથી મોંઘી છે.

હેમિલ્ટનના સ્પોન્સર્સ અને તેમાંથી થતી કમાણી

મર્સિડિઝ બેન્ઝ રૂ. 292 કરોડ
પેટ્રોનેસ રૂ. 486 કરોડ
પ્યુમા રૂ. 19 કરોડ
મોન્સ્ટર એનર્જી રૂ. 15 કરોડ
બોસ રૂ. 24 કરોડ
ટોમી હિલફિગર રૂ. 39 કરોડ
યુબીએસ રૂ. 68 કરોડ
ક્રાઉડસ્ટ્રાઈક રૂ. 73 કરોડ
એપ્સન આઈડબલ્યુસી રૂ. 34 કરોડ
શેફહાઉઝન રૂ. 16 કરોડ
વિલ્હરી રૂ. 16 કરોડ
ટિબકો રૂ. 10 કરોડ

​​​​​ફૂટબૉલ: યુનાઇટેડે જર્સી દ્વારા 1,330 કરોડ રૂ. કમાય છે

  • ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડે કિટ અને જર્સી સ્પોન્સર્સ દ્વારા 1,330 કરોડ રૂ.ની કમાણી કરે છે. ક્લબ કિટ સ્પોન્સર એડિડાસ પાસેથી દર વર્ષે 730 કરોડ રૂ. કમાય છે. જર્સી સ્પોન્સર શેવરોલે દ્વારા તેને અંદાજે 600 કરોડ રૂ.ની કમાણી થાય છે.
  • ટોપ 10 ક્લબોએ 28 હજાર કરોડની કમાણી કરી છે. તે સ્પોન્સરશિપનો ત્રીજો ભાગ છે.
  • ફૂટબોલ ક્લબોને કિટ સપ્લાય કરવા મામલે એડિડાસ પહેલા અને નાઇકી બીજા ક્રમે છે. એડિડાસની સરેરાશ વેલ્યૂ 4,285 કરોડ જ્યારે નાઇકીની 2,714 કરોડ રૂ. છે.

ક્રિકેટ: મુંબઇને 100 કરોડની રેવન્યૂનો અંદાજ

  • આઇપીએલ ફ્રેન્ચાઇઝીને 500 કરોડ રૂ.ની રેવન્યૂનો અંદાજ છે. મુંબઇ ઇન્ડિયન્સને સ્પોન્સરશિપ દ્વારા 100 કરોડ રૂ.ની કમાણી થશે. તેની કિટ સ્પોન્સર પરફોર્મેક્સ છે જ્યારે સેમસંગ સાથે 75 કરોડની લીડ સ્પોન્સરશિપ છે.
  • સીએસકે 90-95 કરોડની કમાણી કરીને બીજા ક્રમે રહેશે. આરસીબી-કેકેઆરને 60 કરોડની આશા.
  • જિયો 8 ટીમને સ્પોન્સર કરે છે. તેની ડીલ અંદાજે 150 કરોડ રૂ.ની છે. કિંગફિશર કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઇ ઇન્ડિયન્સ, હૈદરાબાદ અને આરસીબીની સ્પોન્સર છે.

બાસ્કેટબૉલ: ગોલ્ડન સ્ટેટની કમાણી 450 કરોડ રૂ.

  • અમેરિકન બાસ્કેટબૉલ લીગ NBAની ટીમ ગોલ્ડન સ્ટેટ વૉરિયર્સની જર્સી સ્પોન્સર કંપની રેકુટેન સાથે 450 કરોડની ડીલ છે. NBAમાં જર્સી સ્પોન્સરશિપની મોટી ડીલ છે. ન્યૂયોર્ક નિક્સની સ્પોન્સર સ્ક્વેરસ્પેસ છે, જેની સાથે 315 કરોડની ડીલ છે.
  • જર્સી સ્પોન્સરશિપની શરૂઆત 2017-18ની સિઝનથી થઇ. તે પહેલાં ખેલાડીઓની જર્સી પર માત્ર કિટ સ્પોન્સરનો લોગો રહેતો. બધી ટીમોની કિટ નાઇકીની છે. { નાઇકીએ 2015માં એનબીએ સાથે 7,500 કરોડ રૂ.ની ડીલ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી