વુમન્સ IPL ટીમની હોડમાં 30 કંપનીઓ:અદાણી ગ્રુપથી લઈને હલ્દીરામે ટેન્ડર ખરીદ્યા, નામની જાહેરાત 25 જાન્યુઆરીએ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ IPL ટીમ ખરીદવા માટે અંદાજે 30થી વધુ કંપનીઓએ ટેન્ડર ડોક્યૂમેન્ટ ખરીદ્યા છે. આમાંથી જ 5 કંપનીઓને 25 જાન્યુઆરીએ ટીમ મળશે. ડોક્યૂમેન્ટ ખરીદનાર 30 કંપનીઓમાં ઘણી નવી કંપનીઓ પણ સામેલ છે. જેમાં ચેન્નાઈની શ્રીરામ ગ્રુપ, નીલગિરી ગ્રુપ અને AW કાટકુરી ગ્રુપ સહિત APL અપોલો અને નમકીન બનાવનાર કંપની હલ્દીરામ પણ સામેલ છે.

સિમેન્ટ કંપનીઓને પણ ઇન્ટરેસ્ટ
ચેટ્ટીનાદ સિમેન્ટ અને જેકે સિમેન્ટે પણ ડોક્યૂમેન્ટ ખરીદ્યા છે. ઈન્ડિયા સિમેન્ટ્સ કંપની પહેલેથી જ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ખરીદે છે. તેવામાં આ ફ્રેન્ચાઇઝી લીગમાં વધુ એક સિમેન્ટ કંપનીની એન્ટ્રી થઈ શકે છે. ILT20 લીગમાં શારજાહ વોરિયર્સ ટીમની માલિક કાપ્રી ગ્લોબલ અને અદાણી ગ્રુપે પણ ટેન્ડર ડોક્યૂમેન્ટ્સ ખરીદી રાખ્યા છે.

બધી જ IPL ફ્રેન્ચાઇઝી માલિકોએ ખરીદ્યા ડોક્યૂમેન્ટ
મેન્સ IPLમાં સામેલ બધી જ 10 ટીમના માલિકોની હકવાળી કંપનીઓએ વુમન્સ IPLના ટેન્ડર ડોક્યૂમેન્ટ ખરીદ્યા છે. વુમન્સ IPL ટીમનું ઓક્શન 25 જાન્યુઆરીએ મુંબઈમાં થશે. દિલ્હી કેપિટલ્સ ટીમની કંપની GMR ગ્રુપ અને JSW ગ્રુપે 2 અવગ-અલગ વુમન્સ IPL ટીમ ખરીદવામાં ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે. બન્નેએ સાથે મળીને ટીમ ખરીદવા માટે પણ અલગથી ડોક્યૂમેન્ટ ખરીદ્યા છે.

બધી કંપનીએ બોલી નથી લગાવી
BCCIના ટેન્ડર ડોક્યૂમેન્ટની કિંનત અંદાજે 5 લાખ રૂપિયા હતી. જે 30 કંપનીઓએ ડોક્યૂમેન્ટ ખરીદ્યા છે, તો એવું જરૂરી નથી કે આ બધી જ કંપનીઓ વુમન્સ IPL ટીમ ખરીદવા બોલી લગાવશે. ટેન્ટર ડોક્યૂમેન્ટમાં શરત છે કે વુમન્સ IPL ટીમ ખરીદવા માટે કંપનીની નેટવર્થ 1000 કરોડ રૂપિયા હોવી જોઈએ. તેવામાં ઘણી કંપનીઓએ પોતાનું નામ પરત લઈ લીધું હશે. ટેન્ડર ડોક્યૂમેન્ટ 21 જાન્યુઆરીથી વેચાવાના બંધ થઈ જશે.

મીડિયા રાઇટ્સથી BCCIને કમાણી થશે
BCCIએ વુમન્સ IPLને લઈને એવું જણાવ્યું છે કે વર્ષ પહેલા વર્ષે મીડિયા રાઇટ્સથી તેમને અંદાજે 125 કરોડ રૂપિયા મળશે. તો 2024માં તેમને અંદાજે 162 કરોડ રૂપિયા મળશે. 950 કરોડ રૂપિયા (7.09 કરોડ પ્રતિ મેચ)માં મીડિયા રાઇટ્સ ખરીદનાર કંપની વાયકોમ 18 પર પહેલા વર્ષે ઓછા નુક્સાન થવાની સંભાવના છે.

ચેમ્પિયન ટીમના માલિકને કેટલા મળશે?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વુમન્સ IPL જીતનાર ટીમને BCCIના રેવેન્યૂ શેરમાંથી 28.08 કરોડ રૂપિયા મળશે. બીજા નંબરે રહેનાર ટીમને 27.20 કરોડ રૂપિયા, ત્રીજા નંબરની ટીમના માલિકને 26.33 કરોડ રૂપિયા, ચોથા નંબરે રહેનાર ટીમના માલિકને 25.45 કરોડ અને છેલ્લા નંબરે રહેનારી ટીમના માલિકને 24.57 કરોડ રૂપિયા મળશે. 2027 સુધી દર વર્ષે આ રેવેન્યૂ શેર પણ વધતો રહેશે.

અન્ય સમાચારો પણ છે...