IPLની 10 ટીમોનો ગેમ પ્લાન:ગુજરાત ટાઈટન્સે બોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટ્રોંગ કર્યો, પંજાબ અને મુંબઈનો ઓલરાઉન્ડર પર દાવ

6 મહિનો પહેલા
 • આ સિઝનમાં નહી રમે છતાં આર્ચર 8 કરોડમાં વેચાયો

IPL મેગા હરાજી 2022ના પૂર્ણ થવાની સાથે જ 15મી સિઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીઓની લાઈન અપ સ્પષ્ટ થઈ છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર્સ પર ફોક્સ કર્યું. બંને ટીમો પાસે 25-25 ખેલાડીઓ છે, જેમાંથી 11-11 તો ઓલરાઉન્ડર છે. પંજાબનો સૌથી મોંઘો ખેલાડી લિવિંગસ્ટોન પણ ઓલરાઉન્ડર જ છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સ પાસે 24 ખેલાડી છે, જેમાંથી 10 બોલર છે. તો ચલો આપણે ગુજરાતની ટીમના પ્લેયર્સથી લઈ રાજ્યના બીજા ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા એના પર નજર ફેરવીએ.....

ઉલ્લેખનીય છે કે T-20 ફોર્મેટને મુખ્યત્વે ઓલરાઉન્ડર્સની ગેમ મનાય છે. મુંબઈ અને બંને નવી ટીમોએ પોતાની ટીમ સાથે 2-2 વિકેટકીપર જોડ્યા છે. ગુજરાત પાસે હાર્દિક, વિજય શંકર, સુદર્શન જેવા ઓલરાઉન્ડર છે. જોફ્રા આર્ચરને મુંબઈએ 8 કરોડમાં ખરીદયો. આ સિઝનમાં આર્ચર રમી શકશે નહીં

ગુજરાતની ટીમે મેથ્યૂ વેડ, ડેવિડ મિલરને ખરીદયા
IPL હરાજીના બીજા દિવસે દ.આફ્રિકન વિસ્ફોટક બેટર ડેવિડ મિલરને ટીમમાં સામેલ કર્યો હતો. આ ઉપરાંત ટાઈટન્સે ટીમમાં 2 વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને મેથ્યૂ વેડને ખરીદયા હતા. ગુજરાત ટાઈટન્સે બોલિંગ ઓલરાઉન્ડર ડોમિનીક ડ્રેક્સ ઉપરાંત ઓલરાઉન્ડર વિજય શંકર તથા બી. સાંઈ સુધરશનને પણ ટીમમાં સામેલ કર્યા છે. ટીમે કુલ 20 ખેલાડીઓને હરાજી થકી ખરીદયા છે. ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને રિટેન કરેલા હોવાથી ટીમ પાસે કુલ 23 ખેલાડીઓ રહેશે.

ગુજરાતે બીજા દિવસે આ ખેલાડીઓને ખરીદ્યા

 • જયંત યાદવ (1 કરોડ 70 લાખ)
 • વિજય શંકર (1 કરોડ 40 લાખ)
 • યશ દયાલ (3 કરોડ 20 લાખ)
 • દર્શન નાલ્કાન્ડે (20 લાખ)
 • અલ્ઝારી જોસેફ (2 કરોડ 40 લાખ)
 • પ્રદિપ સાંગવાન (20 લાખ)
 • ડેવિડ મિલર (3 કરોડ)
 • રિદ્ધિમાન સાહા (1.90 કરોડ)
 • મેથ્યૂ વેડ (2.40 કરોડ)
 • ગુરકિરત સિંહ (50 લાખ)
 • વરુણ એરોન (50 લાખ)
 • સાઈ સુદર્શન (20 લાખ)
 • આર.સાઈ.કિશોર (3 કરોડ)

આ ગુજરાતીઓ પણ IPLમાં રમશે

 • ચેતન સાકરિયા- 4.20 કરોડ - દિલ્હી કેપિટલ્સ
 • જયદેવ ઉનડકટ- 1.30 કરોડ - મુંબઈ ઈન્ડિયન્સ
 • રિપલ પટેલ - 20 લાખ - દિલ્હી કેપિટલ્સ
 • પ્રેરક માંકડ - 20 લાખ - પંજાબ કિંગ્સ
 • અંશ પટેલ - 20 લાખ - પંજાબ કિંગ્સ
 • પ્રશાંત સોલંકી - 1.20 કરોડ - ચેન્નાઈ
 • શેલ્ડન જેક્સન - 60 લાખ - KKR
 • હર્ષલ પટેલ - 10.75 કરોડ - RCB
 • કૃણાલ પંડ્યા - 8.25 કરોડ - લખનઉ

હરાજીમાં સૌથી મોંઘા રિટેન કે ડ્રાફ્ટ થકી હરાજી અગાઉ
ટીમમાં સામેલ કરેલા ખેલાડીઓ

 • લખનઉ (21): આવેશ ખાન, લોકેશ રાહુલ, સ્ટોઈનિસ, બિશ્નોઈ, મોહસિન, બદોની, કરણ, મયંક યાદવ, મનીષ પાંડે, નદીમ, મેયર્સ, માર્ક વુડ, ડિકોક, હોલ્ડર, ગૌતમ, લુઈસ, કૃણાલ, દીપક હુડ્ડા, વોહરા, ચમીરા, અંકિત.
 • દિલ્હી (24): શાર્દુલ, પંત, પૃથ્વી શૉ, નોર્ત્જે, અક્ષર, નાગરકોટી, સાકરિયા, રિપલ, યશ, ઓસ્તવાલ, વોર્નર, મિચેલ, મુસ્તફિઝુર, મંદીપ, ભરત, એનગિડી, કુલદીપ, સેઈફર્ટ, સરફરાઝ, પ્રવીણ, હેબર, પાવેલ, લલિત, ખલીલ.
 • બેંગલુરુ (22): હર્ષલ, કોહલી, મેક્સવેલ, સિરાજ, સુયશ, અનુજ, સિસોદિયા, શાહબાઝ, અક્ષદીપ, અનીશ્વર, બેહરેનડોર્ફ, હેઝલવુડ, કાર્તિક, કર્ણ, વિલે, કૌલ, ડુ પ્લેસિસ, મિલિન્દ, હસરંગા, લોમરોર, રુધરફોર્ડ, એલેન.
 • મુંબઈ (25): ઈશાન, રોહિત, પોલાર્ડ, સૂર્યકુમાર, બુમરાહ, સંજય, બ્રેવિસ, રમનદીપ, માર્કન્ડે, જુયાલ, અર્જુન તેંડુલકર, તિલક, શોકીન, રાહુલ, અરશદ, ઉનડકટ, મિલ્સ, એમ.અશ્વિન, આર્ચર, એલેન, થમ્પી, સેમ્સ, અનમોલ, ડેવિડ, મેરેડિથ.
 • હૈદરાબાદ (23): પૂરન, વિલિયમ્સન, ઉમરાન, સમદ, અભિષેક, પ્રિયમ, ત્યાગી, સૌરભ દુબે, ભુવનેશ્વર, શ્રેયસ, શશાંક, એબોટ, રાહુલ ત્રિપાઠી, સમર્થ, સુચિત, માર્કરમ, રોમારિયો, યાનસેન, સુંદર, વિષ્ણુ વિનોદ, નટરાજન, ફિલિપ્સ, ફારુકી.
 • કોલકાતા (25): શ્રેયસ, વેંકટેશ, વરુણ, નરૈન, રસેલ, સાઉથી, જેક્સન, હેલ્સ, કમિન્સ, નિતીશ, નબી, રહાણે, બિલિંગ્સ, ઉમેશ, ઈન્દ્રજીત, ચમિકા, રિન્કુ, અનુકૂલ, માવી, અભિજીત, પ્રથમ, રસિખ, અમાન, રમેશ, અશોક.
 • ગુજરાત (23): ફર્ગ્યુસન, હાર્દિક, રાશિદ, શુભમન, સાઈ કિશોર, નાલકંડે, સુદર્શન, દયાલ, નૂર અહમદ, વેડ, પ્રદીપ સાંગવાન, સાહા, રૉય, મિલર, એરોન, તેવટિયા, જયંત, વિજય શંકર, શમી, ગુરકીરત, જોસેફ, મનોહર, ડ્રેક્સ.
 • પંજાબ (25): લિવિંગસ્ટોન, મયંક, અર્શદીપ, રાહુલ ચાહર, શિખર, ઋષિ, બેરસ્ટો, અથર્વ, પ્રભસિમરન, હરપ્રીત, વૈભવ, અંશ, રાજ અંગદ, બેની, ભાનુકા, સંદીપ, બલતેજ, રબાડા, ચેટર્જી, શાહરૂખ, જીતેશ, ઓડિયન સ્મિથ, એલિસ, પ્રેરક, પોરેલ.
અન્ય સમાચારો પણ છે...