ગિલ ગયો?:ગુજરાત ટાઈટન્સે ટ્વીટ કરી શુભમનને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી, CSKમાં જાડેજાની જગ્યા લેશે તેવી ચર્ચા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન રહ્યું હતું. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ટ્રોફી જીતવા સફળ રહી હતી. શુભમન ગિલ માટે પણ IPL સિઝન સારી રહી હતી. ટીમને ચેમ્પિયન બનાવવા તેનો પણ ફાળો રહ્યો હતો. પરંતુ હાલ ગુજરાત ટાઈટન્સના એક ટ્વીટને કારણે સોશિયલ મીડિયામાં ખલબલી મચી ગઈ છે.

ગુજરાત ટાઈટન્સે ટ્વીટ કર્યું
વાત એમ છે કે ગુજરાત ટાઈટન્સે ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પરથી શુભમન ગિલને ટેગ કરી એક ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે, " તે યાદગાર સફર રહી છે. અમે તમારા આગામી પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવીએ છીએ". આ ટ્વીટને કારણે સોશિયલ મીડિયામાં શુભમન ગિલના ફેન્સ વચ્ચે તરખાટ મચી ગયો છે. સોશિયલ મીડિયામાં ફેન્સ બે પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક ફેન્સ આને કોઈ મજાક ગણે છે જ્યારે કેટલાક ફેન્સ શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સથી અલગ થયો હોવાનું માને છે.

હાલ તેના ફેન્સના મનમાં મોટો પ્રશ્નએ ચાલી રહ્યો છે કે ગિલ કઈ ટીમમાં જોડાશે. કોલકાતા નાઈટ રાઈડર્સના ચાહકોએ ગિલને પોતાની ટીમમાં પરત આવવા માટે આવકારી રહ્યા છે. KKRના એક ચાહકે લખ્યું હતું કે "આપનું સ્વાગત છે"

શુભમન ગિલના IPLના આંકડા
ગત સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ડેબ્યુ કરી રહેલી ગુજરાત ટાઇટન્સ સાથે ગિલની સિઝન સારી રહી હતી. તેણે આઈપીએલ 2022માં 132.33ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે તેની ટીમ માટે 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા. તેની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે હવે તેની તમામ 74 મેચોમાં 32.20ની સરેરાશ સાથે કુલ 1900 રન બનાવ્યા છે. ગિલે 2018માં તેની IPLની શરૂઆત કરી હતી અને તે દરરોજ વધુને વધુ સારી થઈ રહી છે. એવી અટકળો છે કે ભારતીય સિલેક્ટરો શિખર ધવનની સાથે આવતા વર્ષે આગામી ODI વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગ કરવા માટે યુવા પ્રતિભાશાળી બેટરને તૈયાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...