પાકિસ્તાની ફ્લેગ પર બબાલ:ટ્રેનિંગ કેમ્પમાં નેશનલ ફ્લેગ લઈને પહોંચ્યા PAK ખેલાડી, બાંગ્લાદેશના ફેન્સ ભડક્યા, શ્રેણી રદ કરવાની કરી માગ

14 દિવસ પહેલા

ટી-20 વર્લ્ડ કપ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે ગઈ છે, પરંતુ શ્રેણી શરૂ થાય તે પહેલા જ હંગામો શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં, પાકિસ્તાનના કોચ સકલેન મુશ્તાકે પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો, જેને જોઈને બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને આ શ્રેણીને રદ કરવાની માંગ કરવા લાગ્યા.

ગુસ્સામાં બાંગ્લાદેશી ફેન્સ
ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ જોઈને બાંગ્લાદેશી ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા. એક પ્રશંસકે ટ્વીટ કરીને લખ્યું- ગો બેક પાકિસ્તાન... બાંગ્લાદેશે આ સિરીઝ રદ કરવી જોઈએ. તેમજ બાંગ્લાદેશમાં પાકિસ્તાનના ધ્વજ પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ.

એક પ્રશંસકે કહ્યું- ઘણા દેશો બાંગ્લાદેશ રમવા આવે છે અને સિરીઝ શરૂ થાય તે પહેલા પ્રેક્ટિસ કરે છે, પરંતુ આજ પહેલા કોઈ દેશે ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પોતાનો રાષ્ટ્રધ્વજ લગાવ્યો નથી. પરંતુ પાકિસ્તાને આવું કેમ કર્યું… તેઓ શું બતાવવા માગે છે.

વર્લ્ડ કપમાં ટ્રેન્ડ શરુ કર્યો હતો
PAK ટીમના મુખ્ય કોચ સકલેન મુશ્તાકે T20 વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓના મનોબળ અને ઉત્સાહને વધારવા માટે ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાનનો ધ્વજ લગાવ્યો હતો. મુશ્તાકે બાંગ્લાદેશ પ્રવાસ પર પણ આ ચાલુ રાખ્યું.

26 નવેમ્બરે રમાશે પહેલી ટેસ્ટ
બાંગ્લાદેશ પ્રવાસ પર, પાકિસ્તાન પ્રથમ 19, 20 અને 22 નવેમ્બરના રોજ ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ પછી બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ 26 થી 30 નવેમ્બર (ચટગાંવ) અને બીજી ટેસ્ટ 4 થી 6 ડિસેમ્બર દરમિયાન ઢાકામાં રમાશે.

પાકિસ્તાનની ટેસ્ટ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અઝહર અલી, બિલાલ આસિફ, ફહીમ અશરફ, ફવાદ આલમ, હસન અલી, ઈમામ-ઉલ હક, કામરાન ગુલામ, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ નવાઝ. નસીમ શાહ, નૌમાન અલી, સાજિદ ખાન, સરફરાઝ અહેમદ, સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, ઝાહિદ મહમૂદ.

અન્ય સમાચારો પણ છે...