• Gujarati News
  • Sports
  • Cricket
  • Gill, Who Scored 400+ For Gujarat, Bowled In 9 Runs, Prithvi And Yashasvi Also Gathered In The Pavilion.

રણજી ફેઝ-2માં IPL સ્ટાર્સનો ધબડકો:ગુજરાત માટે 400+ રન કરનારો ગિલ 9 રનમાં બોલ્ડ, પૃથ્વી અને યશસ્વી પણ પેવેલિયન ભેગા

એક મહિનો પહેલાલેખક: સ્પોર્ટ્સ ડેસ્ક
  • કૉપી લિંક

લગભગ બે મહિનાના IPL ડોઝ પછી હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા સ્ટાર ક્રિકેટર્સ જોવા મળી રહ્યા છે. IPLમાં ચોગ્ગા અને છગ્ગા વડે દર્શકોને મનોરંજન પૂરૂ પાડનારા સ્ટાર્સ રણજી ફેઝ 2ના પહેલા દિવસે બેરંગ જોવા મળ્યા હતા.

સોમવારે ઓપનર પૃથ્વી શો, યશસ્વી જયસ્વાલ અને મયંક અગ્રવાલ ઓછા સ્કોરમાં પેવેલિયન પરત ફર્યા હતા. બેંગ્લોરના અલુરુ ક્રિકેટ સ્ટેડિયમમાં રણજીની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ રહી છે. તેમાંથી બંગાળ-ઝારખંડ, મુંબઈ-ઉત્તરાખંડ, કર્ણાટક-ઉત્તર પ્રદેશ અને પંજાબ-મધ્ય પ્રદેશ સેમીફાઈનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શુભમન ગિલ 9 રન કરી આઉટ
શુભમન ગિલ 9 રન કરી આઉટ

પંજાબ-મધ્યપ્રદેશઃ શુભમન ગિલ ફેલ, અભિષેક-અમોલપ્રીત સિંહે ઈનિંગ સંભાળી
IPL 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ માટે 483 રન કરનારો શુભમન ગિલ મધ્યપ્રદેશ સામે પહેલી ઈનિંગમાં 9 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેણે મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર પુનીતે ક્લીન બોલ્ડ કર્યો હતો. તેના આઉટ થયા પછી ઓપનર અભિષેક શર્મા (47) અને અમોલપ્રીત સિંહે (47*) ઈનિંગ સંભાળી અને પંજાબને 100ની પાર પહોંચાડી દીધું હતું.

મુંબઈ-ઉત્તરાખંડઃ બે ફિફ્ટી ફટકારનારો પૃથ્વી 21 રન કરી આઉટ

પૃથ્વી શો ક્લીન બોલ્ડ
પૃથ્વી શો ક્લીન બોલ્ડ

IPL-15માં DC માટે બે ફિફ્ટી ફટકારનારો પૃથ્વી શૉ રણજી ફેઝ-2ના પહેલાં દિવસે 21 રને આઉટ થયો હતો. તેને ઉત્તરાખંડના ફાસ્ટ બોલર દીપક ધપલાએ બોલ્ડ કર્યો હતો. 20 બોલની પોતાની ઇનિંગમાં પૃથ્વીએ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આની પહેલા પૃથ્વીએ IPLની 10 મેચોમાં 152.97ના સ્ટ્રાઈક રેટથી 283 રન કર્યા હતા.

પૃથ્વી સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ માટે ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ પણ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો અને 45 બોલમાં 35 રન કરીને આઉટ થઈ ગયો હતો. 21 વર્ષીય યશસ્વી જયસ્વાલે રાજસ્થાન રોયલ્સ તરફથી રમાયેલી 10 મેચોમાં 258 રન કર્યા છે. જેમાં બે ફિફ્ટીનો સમાવેશ થાય છે.

કર્ણાટક-ઉત્તર પ્રદેશ: મયંક અગ્રવાલ 10 રને આઉટ

મયંક અર્ગવાલ છેલ્લા ઘણા મહિનાથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે
મયંક અર્ગવાલ છેલ્લા ઘણા મહિનાથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે

અલુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે, કર્ણાટક ટીમનો ઓપનર મયંક અગ્રવાલ માત્ર 10 રનના અંગત સ્કોર પર શિવમ માવીની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. શિવમે તેને ધ્રુવ ચંદના હાથે કેચ કરાવ્યો હતો. આ રીતે આર. સમર્થે 50+ રનની ઇનિંગ્સ રમીને ટીમની કમાન સંભાળી હતી.

IPLની વર્તમાન સિઝનમાં પણ મયંક અગ્રવાલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ દરમિયાન તે 13 મેચમાં માત્ર 196 રન જ કરી શક્યો હતો. જેમાં એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશના બોલર યશ દયાળ-અંકિત રાજપૂત અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. જ્યારે શિવમ માવીને એક વિકેટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...