તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Gayle Is The Highest Run Scorer In The World With 25 Runs, While Bravo Is The Highest Wicket Taker In 22 Teams. India's Highest Wicket Taker Piyush Chawla Has Played In Only 7 Teams In T20

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી નાના ફોર્મેટના અનોખા રેકોર્ડ:સૌથી વધુ રન બનાવનારો ગેલ દુનિયાની 25, જ્યારે સૌથી વધુ વિકેટ લેનારો બ્રાવો 22 ટીમમાં રમી ચૂક્યો છે, ટી20માં ભારતનો હાઈએસ્ટ વિકેટટેકર પીયૂષ ચાવલા માત્ર 7 ટીમમાં રમ્યો છે

દુબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોની ફાઇલ તસવીર.
 • 13296 રન બનાવ્યા છે ક્રિસ ગેલે
 • 506 વિકેટ લીધી છે ડ્વેન બ્રાવોએ
 • ભારતના ચાવલાએ 240 મેચમાં 255 વિકેટ લીધી છે.
 • વિરાટ કોહલી 268 મેચમાં 8915 રન બનાવી ચૂક્યો છે.

ચેન્નઈ તરફથી રમતા ચાવલાની ટી20માં 255 વિકેટ થઈ છે. દુનિયામાં સૌથી વધુ 506 વિકેટ લેવાનો રેકોર્ડ વિન્ડીઝના ડ્વેન બ્રાવોના નામે છે. તે 500+ વિકેટ લેનારો એકમાત્ર બોલર પણ છે. બ્રાવો દુનિયાની અન્ય લીગને મિલાવીને 22 ટીમ તરફથી રમી ચૂક્યો છેે. ટી20માં સૌથી વધુ રન બનાવનારો વિન્ડીઝનો ક્રિસ ગેલ દુનિયાની અલગ-અલગ 25 ટીમમાં રમી ચૂક્યો છે.

બોલર : દુનિયાની કેટલી ટીમ તરફથી રમ્યા છે

ખેલાડીટીમમેચવિકેટ
ડ્વેન બ્રાવો22465506
લસિથ મલિંગા14295390
સુનીલ નરેન11342386
ઈમરાન તાહિર18301380
સોહેલ તનવીર18341356

બેટ્સમેન : દુનિયાની કેટલી ટીમ તરફથી રમ્યા છે

ખેલાડીટીમમેચરન
ક્રિસ ગેલ2540413,296
કીરોન પોલાર્ડ1751410,238
બ્રેન્ડન મેક્કુલમ193709922
શોએબ મલિક223899906
ડેવિડ વોર્નર122839282

કેપ્ટનશિપમાં ભારતીયનો દબદબો, ધોની સૌથી સફળ

ખેલાડીટીમમેચજીત
મહેન્દ્રસિંહ ધોની4273161
ડેરેન સેમી11208104
ગૌતમ ગંભીર317098
શોએબ મલિક913285
રોહિત શર્મા213080

​​​​​​ભારતીય અન્ય લીગમાં રમતા નથી

 • કારણ : બીસીસીઆઈ ખેલાડીને વિદેશી લીગમાં રમવાની મંજૂરી ત્યારે જ આપે છે, જ્યારે તે ઈન્ટરનેશનલ ક્ષેત્રે સંન્યાસ લઈ ચૂક્યો છે અને આઈપીએલમાં પણ રમતો ન હોય. અન્ય બોર્ડ પોતાના ખેલાડીઓને વિદેશી લીગની મંજૂરી આપે છે.
 • ફાયદો-નુકસાન બંને : બોર્ડ તરફથી મંજૂરી ન મળવાના ફાયદા અને નુકસાન બંને છે. જો મંજૂરી મળે છે તો તેમને અન્ય દેશોની પિચને સમજવાની તક મળશે. જો મંજૂરી અપાય તો ખેલાડી વધુ પૈસા માટે ઈન્ટરનેશનલને બદલે લીગને પ્રાથમિકતા આપવા લાગશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો