તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL 2021માં નવી ઉર્જા સાથે ઉતરી CSK:ગાવસ્કરે કહ્યું- કેપ્ટન ધોનીએ મોઇન અલીને ત્રીજા નંબરે બેટિંગમાં મોકલ્યો, આ માસ્ટર સ્ટ્રોક સાબિત થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાને કારણે આઈપીએલ 2021ની સીઝન મધ્ય મધ્યમાં સ્થગિત કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતાવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) 7માંથી 5 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. ટીમના આ પ્રદર્શનની ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ચેન્નઈની ટીમ આ સીઝનમાં નવી ઉર્જા સાથે ઉતરી હતી.

ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર માટેની પોતાની કોલમમાં લખ્યું છે કે, સુકાની ધોનીએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને નંબર -3 પર બેટિંગમાં ઉતાર્યો હતો. આ તેનો માસ્ટર સ્ટ્રોક હતો. મોઇને 6 મેચમાં 206 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફિફટી પણ મારી હતી.

ચેન્નઈ ચેમ્પિયનની જેમ રમ્યું
​​​​​​​ગાવસ્કરે કહ્યું કે, ગઈ સીઝનમાં નબળા દેખાવ પછી ચેન્નઈ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું. તેમણે ઓવરઓલ મેજર ફેરફાર કર્યા વગર નવી ઉર્જા સાથે મેદાનમાં એન્ટ્રી કરી હતી. ઇંગ્લિશ ઓલરાઉન્ડર્સ સેમ કરન અને મોઇન અલી સારા ફોર્મમાં દેખાયા હતા. મોઇનને ત્રીજા ક્રમે બેટિંગમાં મોકલવો માસ્ટર સ્ટ્રોક સાબિત થયો હતો.

ડુપ્લેસીસ અને ઋતુરાજની શાનદાર રમત
​​​​​​​ગાવસ્કરે ઓપનર્સ ફાફ ડુ પ્લેસીસ અને ઋતુરાજ ગાયકવાડના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, બંનેના ફોર્મમાં ચેન્નઈને બહુ ફાયદો થયો. તેમણે મોટાભાગની મેચોમાં ટીમને સારી શરૂઆત અપાવી હતી. સેમ કરનની રમતમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે, અને તે બેટ-બોલ બંને સાથે સારું યોગદાન આપે છે.

ડુ પ્લેસીસે આ સિઝનમાં ચેન્નઈની ટીમ માટે 7 મેચમાં 320 રન બનાવ્યા હતા.આ દરમિયાન ચાર ફિફટી પણ ફટકારી હતી. ગાયકવાડ ટીમનો ત્રીજો ટોપ સ્કોરર હતો. તેણે 7 મેચમાં 2 અર્ધસદીની મદદથી 196 રન બનાવ્યા હતા. તે જ સમયે, સેમ કરને 7 મેચમાં 52 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...