• Gujarati News
  • Sports
  • Cricket
  • Gavaskar Said, After Criticizing Our Pitch After Losing The Match, Tell The Critics Variable Feet; We Do Not Need To Give Importance To The Opinion Of Foreign Players

પિચ પર લિટલ માસ્ટરનો ટેક:ગાવસ્કરે કહ્યું, મેચ હાર્યા પછી આપણી પિચની ટીકા કરતાં ક્રિટિક્સને કહો- ચલ ફૂટ; આપણે ફોરેન પ્લેયર્સના ઓપિનિયનને મહત્ત્વ આપવાની જરૂર નથી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ 2 દિવસની અંદર પતી ગઈ ત્યારથી ક્રિકેટ જગત 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. કોઈએ કહ્યું કે, પિચ બેટ અને બૉલ વચ્ચે બેલેન્સ કોમ્પિટિશન માટે ફિટ નહોતી. તો કોઈનું માનવું છે કે, ઇંગ્લિશ ટીમની બેટિંગ સારી નહોતી અને તેમણે પિચ પર ચર્ચા કરીને સમય બરબાદ કર્યા કરતા પોતાની ટેક્નિક પર કામ કરવું જોઈએ. આ અંગે ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવસ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ગાવસ્કરે ભારતીય ફેન્સને કહ્યું છે કે, "તેમણે ક્રિટિક્સને ચલ ફૂટ કહીને આગળ વધવું જોઈએ." ગાવસ્કરે વધુ ઉમેરતા કહ્યું કે, મને એ નથી સમજાતું કે ભારતીય લોકો ફોરેન પ્લેયર્સના ઓપિનિયનને આટલું મહત્ત્વ કેમ આપે છે? તમે મહત્ત્વ આપશો તો તેઓ ઓપિનિયન આપવાનું ચાલુ રાખશે. આપણી ટીમ એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતના પૂર્વ ક્રિકેટર્સનો અભિપ્રાય રેકોર્ડ નહોતો કર્યો.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે, ફોરેન પ્લેયર્સને મહત્ત્વ કેમ આપવું છે? એ લોકો શું કહી રહ્યા છે તે અંગે આપણે ચર્ચા કરવાની શું જરૂર છે?

અન્ય સમાચારો પણ છે...