તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ:ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટમાં નં.1 બનવા પર સવાલ કર્યો, કહ્યું- વિદેશમાં રેકોર્ડ ખરાબ

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર.

ગૌતમ ગંભીરે આઈસીસીની રેન્કિંગ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પાછળ રાખી ઓસ્ટ્રેલિયા નંબર-1 બની ગયું. ગંભીરે કહ્યું કે, અમારી ટીમે છેલ્લા અમુક વર્ષોમાં ટેસ્ટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અમે વિદેશમાં પણ જીત મેળવી. પરંતુ એશિયામાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગંભીરે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા. 
ઘરઆંગણે અને વિદેશમાં મળેલી જીતના અંક સમાન ના હોવા જોઈએ
ગંભીરે કહ્યું કે, ઘરઆંગણે અને વિદેશમાં મળેલી જીતના અંક સમાન ના હોવા જોઈએ. ગંભીરને આશા છે બીસીસીઆઈ કોરોના મહામારી વચ્ચે ક્રિકેટને ફરી જીવંત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બોર્ડ તરફથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરવાના નિર્ણયને આવકાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો