IND-AUS મહિલા ટેસ્ટમાં શાનદાર કેચ:ઓસ્ટ્રેલિયાની ગાર્ડનરે ડાઈવ મારીને સ્મૃતિ મંધાનાનો કેચ પકડ્યો, ભારતની ઓપનિંગ જોડી તોડી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની મેચ ડ્રોમાં પરિણમતા પહેલા એક કેચની ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પહેલી ઈનિંગ્સમાં સદી ફટકારી ચૂકેલી ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ફરીથી શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ત્યારે જ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી એશ્લી ગાર્ડનરે બાઉન્ડ્રી લાઈન પર એક શાનદાર કેચ પકડીને તેની ઈનિંગ્સને પૂરી કરી હતી.

48 બોલ પર 31 રન બનાવી ચૂકેલી મંધાના
ભારતની પ્રથમ ઈનિંગમાં શાનદાર 127 રન ફટકારનાર મંધાનાએ બીજી ઈનિંગમાં 48 બોલમાં 31 રન કર્યા હતા. તે એ સમયે 65ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહી હતી, તેને ટેસ્ટ ક્રિકેટના ધોરણ મુજબ આક્રમક ગણી શકાય. તેણે 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

આ રીતે આઉટ થઈ મંધાના
મંધાના ભારતની બીજી ઈનિંગ્સની 18મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાઈ લેફ્ટ આર્મ સ્પિનર સોફી મોલિનક્સની બોલ પર બાઉન્ડ્રી પાર કરવાનો પ્રયત્ન કર્યો. તેણે શોટ્ પણ સારો ટાઈમ કર્યો હતો. બોલ આરામથી એક બાઉન્સ થઈને બાઉન્ડ્રી પાર કરી જશે તેવું લાગતું હતું પરંતુ ગાર્ડનરે આશરે 10 મીટર દોડીને ડાઈવ લગાવી અને શાનદાર કેચ ઝડપીને મંધાનાને પેવેલિયન તરફ પરત ફરવા મજબૂર કરી હતી.

મેચ ડ્રો
ભારતે ચોથા દિવસે બીજી ઈનિંગમાં ત્રણ વિકેટે 136 રન બનાવી ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. ચોથા અને અંતિમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 36 રન કર્યા હતા અને મેચ ડ્રો રહી હતી. મહિલા ટેસ્ટ મેચ માત્ર ચાર દિવસની હોય છે. વરસાદને કારણે આ મેચમાં પહેલા બે દિવસે પૂરો દિવસ મેચ ચાલી નહોતી.

અન્ય સમાચારો પણ છે...