ફરી હોમ-અવે ફોર્મેટમાં રમાશે IPL:ગાંગુલીએ કહ્યું- જુન મહિનામાં થશે આયોજન; ફેબ્રુઆરી-માર્ચમાં વુમન્સ IPL પણ યોજાશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL પોતાના જુના અંદાજમાં પરત ફરશે. એટલ કે IPL હોમ અને અવે ફોર્મેટમાં ફરી રમાશે. હવે 10 સ્થળોએ IPL રમાશે. BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ સંબંધે સ્ટેટ યુનિટને મેઈલ પણ કરી દીધો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે જુન મહિનામાં મેન્સ IPLને 10 ટીમ સાથે હોમ અને અવે ફોર્મેટમાં કરાવવામાં આવશે.

ગાંગુલીએ સ્ટેટ યુનિટ્સને મોકલેલા મેઈલમાં જણાવ્યુ હતુ કે 'IPL આવતા વર્ષથી આપણે ઘરેલૂ મેદાન અને વિરોધી ટીમના મેદાનમાં રમાનાર ફોર્મેટમાં આયોજીત કરીશં. આ માટે બધી જ 10 ટીમે પોતાના ઘરેલૂ મેચના સ્થળો પર રમશે.'

થોડી જ જગ્યાઓ ઉપર રમાતી હતી લીગ
કોરોનાના કારણે લીગ દર્શકો વગર રમાતી હતી. અને લીગ મેચ નક્કી કરાયેલી સ્થળોએ જ રમાતી હતી. ખેલાડીઓમે બાયો-બબલમાં રહેવું પડતું હતું. 2020ની સિઝનમાં તો UAEમાં અમુક વેન્યૂએ જ રમાડવાનું નક્કી કર્યુ હતુ. તો 2021ની સિઝન તો 2 ફેઝમાં રમાડાઈ હતી. પહેલા ફેઝમાં મેચ દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં રમાડાવામાં આવી હતી. આ પછી UAEમાં ફેઝ-2 રમાડવામાં આવી હતી. IPL-2022 ના મેચ મુંબઈ, પૂણે, કોલકત્તા અને અમદાવાદમાં રમાડાઈ હતી.

ફેબ્રુઆરી-માર્ચમાં વુમન્સ IPLનું આયોજન
બોર્ડ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વુમન્સ IPLનું પણ આયોજન કરવાની વિચારી રહી છે. આ અંગે બોર્ડે સ્ટેટ યુનિટ્સને મેઈલ પણ કર્યો હતો. આનું ફોર્મેટમાં આવતા મહિના થનારી એન્યુઅલ જનરલ મિટિંગમાં નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ બીસીસીઆઈ છોકરીઓના અંડર-15 વન-ડે ટુર્નામેન્ટ પણ આયોજીત કરવા જઈ રહી છે.

ગુજરાત જીતી હતી ગત સિઝન
IPLની ગત સિઝનનો ખિતાબ નવી ટીમ ગુજરાત ટાઈટન્સે જીત્યો હતો. તેઓએ ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું.