ઈ-હરાજી:ગાંગુલીએ કહ્યું- મીડિયા રાઈટ્સથી 40 હજાર કરોડની કમાણીની આશા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈપીએલના 5 વર્ષના મીડિયા રાઈટ્સ માટે ઈ-હરાજી થશે
  • રાઈટ્સ લગભગ ત્રણ ​​​​​​​ગણા વધુ મોંઘા વેચાઈ શકે છે

બીસીસીઆઈ ઓક્ટોબરમાં 2 નવી આઈપીએલ ફ્રેન્ચાઈઝ વેચી 12,725 કરોડની કમાણી કરી ચૂક્યું છે. હવે આગામી 30 દિવસમાં તેના ખાતામાં વધુ 40 હજાર કરોડ રૂપિયા જમા થઈ શકે છે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આઈપીએલના મીડિયા રાઈટ્સના ટેન્ડર વહેલી તકે બહાર પડાશે. બોર્ડને મીડિયા રાઈટ્સથી 40 હજાર કરોડ રૂપિયાથી વધુ કમાણીની આશા છે. ગત મીડિયા રાઈટ્સ વેચવાથી બોર્ડને 16,347 કરોડની કમાણી થઈ હતી. આ રાઈટ્સ 2023 થી 2027 સુધીના પ્રસારણના રહેશે.

બીસીસીઆઈ નવા મીડિયા રાઈટ્સ માટે ઈ-ઓક્શનની તૈયારી કરી રહ્યું છે. ગત સમયે આ માટે માર્કેટમાં 2 જ મોટા સમૂહ હતા. આ વખતે દાવેદારોની યાદી લાંબી છે. સ્ટાર અને સોની ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રમોટેડ વાયકૉમ પણ ટક્કર આપશે. જ્યારે એમેઝોન પણ મજબૂત ટક્કર આપી શકે છે.

બોર્ડ મહિલા આઈપીએલ પર કામ કરી રહ્યું છે
ગાંગુલીએ કહ્યું કે,‘મહિલા આઈપીએલ વહેલી તકે યોજાઈ શકે છે. બીસીસીઆઈ તેના માળખા પર કામ કરી રહ્યું છે. આગામી 3 મહિનામાં તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરાશે. હરમનપ્રિતે આ વર્ષે બિગ બેશમાં શાનદાર પ્રદર્શનથી હું ખુશ છું. હરમન, સ્મૃતિ, શેફાલી, મિતાલી, જૂલન- આ બધા ભારતીય ટીમની તાકત છે.’ હરમને ગત મહિલે ઓસ્ટ્રેલિયામાં મહિલા બિગ બેશ ટી-20 લીગમાં 406 રન કરવા સાથે 15 વિકેટ ઝડપી અને પ્લેયર ઓફ ધ
ટૂર્નામેન્ટ રહી.

IPL2022: લખનૌ ફ્રેન્ચાઈઝને મળ્યા કોચ, કેપ્ટન અને સ્પોન્સર
અમદાવાદ ફ્રેન્ચાઈઝને હજુસુધી બીસીસીઆઈની મંજૂરી મળી નથી. જ્યારે લખનૌ ફ્રેન્ચાઈઝ પોતાની પ્રથમ સિઝન માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચાઈઝે ટીમ માટે કેપ્ટન, કોચ અને ટાઈટલ સ્પોન્સરની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કેપ્ટન્સી લોકેશ રાહુલને અને કોચ પદ એન્ડી ફ્લાવરને મળશે. ફ્રેન્ચાઈઝીએ ટાઈટલ સ્પોન્સરશિપની ડીલ પણ ફાઈનલ કરી છે. અમદાવાદની ટીમ પ્રાઈવેટ સીવીસી કેપિટલે ખરીદી છે, જોકે કંપની પર સટ્ટેબાજી સાથેની કંપનીમાં રોકાણનો આરોપ છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝ મુદ્દે આગામી સપ્તાહે નિર્ણય લેવામા આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...