તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ganguly Fixes Fallen Tree In Yard, Also Shared Photo, Users Say You Have An Old Relationship With Balcony

અમ્ફાન તોફાન:આંગણે પડેલા ઝાડને ગાંગુલીએ ઠીક કર્યું, ફોટો પણ શેર કર્યો, યૂઝર્સે કહ્યું- બાલ્કની સાથે તમારો જૂનો સંબંધ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું કે, ઘરમાં પડેલા કેરીના ઝાડને ઉપાડ્યું, પાછું ખેંચ્યું અને ઠીક કર્યું.
  • 2002માં લોર્ડ્સ ખાતે નેટવેસ્ટ સીરિઝની ફાઇનલ જીત્યા પછી ગાંગુલીએ બાલ્કનીમાં ટી-શર્ટ ઉતારીને લહેરાવી હતી
  • ફેન્સે કહ્યું કે, દાદા અને બાલ્કનીનો સંબંધ વીર-ઝારા અને ટાઇટેનિકની લવ સ્ટોરીથી પણ સારો છે

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરના આંગણે વાવેલુ એક કેરીનું ઝાડ વાવાઝોડા અમ્ફાનને કારણે પડી ગયું હતું. જે ગાંગુલીએ બાલ્કનીમાં આવીને લોકોની સહાયથી ઠીક કર્યું હતું. તેણે આની બે તસવીરો ટ્વિટર પર શેર કરી છે. આ બંને ફોટોને ચાહકો દ્વારા 2002 નાટવેસ્ટ સીરિઝ સાથે જોડવામાં આવ્યા હતા. એક યૂઝરે ટી-શર્ટ ઉતારવા કહ્યું. બીજાએ કહ્યું કે દાદાનો બાલ્કની સાથે જૂનો સંબંધ છે.

ગાંગુલીએ લખ્યું કે, "ઘરના કેરીના ઝાડને ઉપાડવું પડ્યું. તેને પાછું ખેંચ્યું અને ફરીથી ઠીક કર્યું. "એક યૂઝરે લખ્યું," દાદા લોર્ડ્સ બાલ્કની તમારા પર વધુ સારી લાગે છે. "

2002ની નેટવેસ્ટ સીરિઝમાં ભારતે ફાઇનલમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. સીરિઝ જીત્યા પછી સૌરવ ગાંગુલી એટલો ઉત્સાહિત થયો હતો કે તેણે પોતાની ટી-શર્ટ ઉતારીને લહેરાવી દીધી હતી. ગાંગુલીની પોસ્ટ પર અમુક ફેન્સે કહ્યું કે, દાદા અને બાલ્કનીનો સંબંધ વીર-ઝારા અને ટાઇટેનિકની લવ સ્ટોરીથી પણ સારો છે.  

નોંધનીય છે કે, અમ્ફાન વાવાઝોડાના કારણે કોલકાતામાં 80 લોકોના મોત થયા છે. હવાઈ સર્વે કર્યા પછી વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી બંગાળને રૂ. 1,000 કરોડની મદદ જાહેર કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો