તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Gambhir Vs Dhoni| Gautam Posted A Controversial Photo On Captain Cool Dhoni's Birthday, Fans Say Works To Set A Serious Fire

ધોની v/s ગોતમ 'ગંભીર વિવાદ':કેપ્ટનકૂલ ધોનીના જન્મદિવસે ગૌતમે વિવાદાસ્પદ ફોટો પોસ્ટ કર્યો, ફેન્સે કહ્યું- ગંભીર આગ લગાડવાનું કામ કરે છે

2 મહિનો પહેલા
  • ગંભીરે ધોનીના જન્મદિવસે (7 જુલાઈ) વર્લ્ડ કપ 2007 અને 2011નો ફોટો શેર કર્યો હતો

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો 7 જુલાઈએ જન્મ દિવસ હતો. દેશ-દુનિયાના ઘણા ક્રિકેટર્સે સોશિયલ મીડિયા પર ધોનીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન ગૌતમ ગંભીરે પણ ફોટો પોસ્ટ કર્યો હતો, પરંતુ તેના આ વિવાદિત ફોટોના કારણે ફેન્સે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો. ફેન્સે કહ્યું કે ગંભીર ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે આગ લગાડવાનું કામ કરે છે. જાણો સમગ્ર વિવાદને વિગતવાર

ગંભીરે 2007 અને 2011 વર્લ્ડ કપના ફોટો શેર કર્યા
7 જુલાઈએ ધોનીના જન્મદિવસ પર ગૌતમ ગંભીરે 2 ફોટો શેર કર્યા હતા, જેમાં એક ફોટો 2007 T-20 વર્લ્ડ કપનો હતો અને બીજો ફોટો તેને પોતાના ફેસબુક કવર પેજ પર સિલેક્ટ કર્યો હતો, જે 2011 વર્લ્ડ કપમાં તેની 97 રનની ઈનિંગ પાછળની મહેનતને દર્શાવતો હતો. સોશિયલ મીડિયા પર જ્યારે આ 2 ફોટો ગંભીરે શેર કર્યા એમા કંઈ નવાઈની વાત નહતી પરંતુ તેણે ધોનીના બર્થડે પર જ આવી પોસ્ટ કરતા ફેન્સ તેના પર ભડક્યા હતા.

ગંભીર અને ધોની વિવાદ જગજાહેર
ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચેના મતભેદોથી સમગ્ર દુનિયા જાણકાર છે. વર્લ્ડ કપ 2011 જીતવાનો શ્રેય લોકો ધોનીને આપે છે. ધોનીએ નુવાન કુલસેકરાની બોલિંગમાં સિક્સ મારીને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. લોકો આ શોટને વર્લ્ડ કપ મેચ વિનિંગ મોમેન્ટ તરીકે જણાવે છે અને આ વાત જ ગંભીરને પસંદ આવતી નથી.

ગંભીરે ગત વર્ષે ESPNcricinfoની સોશિયલ મીડિયા પોસ્ટ પર નિશાન સાધ્યું હતું. ગૌતમ ગંભીરના મત મુજબ બંનેએ 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, પરંતુ લોકો માત્ર ધોનીને શ્રેય આપતા હોય તેવું તેને લાગે છે. ગંભીરે આ મેચમાં 97 તો ધોનીએ 91* રનની ઈનિંગ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં રમી હતી. જેથી ગંભીરે કહ્યું હતું કે આ કપ જીતવાનો શ્રેય આખી ટીમ અને સ્ટાફને છે, એકલા ધોનીના સિક્સને નહીં.

ધોનીનાં 40માં જન્મદિવસે ગંભીરની પ્રતિક્રિયાથી ફેન્સ ભડક્યા
સોશિયલ મીડિયા પર ફેન્સે ગંભીરના અકાઉન્ટના સ્ક્રિનશોટ વાઇરલ કર્યા અને લખ્યું હતું કે ફેન્સ તો એમ નેમ બદનામ થઈ જાય છે. આગ લગાડવાનું કામ તો ગંભીર પોતે કરે છે.

એક ફેને ગંભીરની પ્રતિક્રિયાને નિંદનિય જણાવી હતી. તેણે વધુમાં લખ્યું હતું કે મને તો પહેલા લાગ્યું કે ગંભીરના ફેક સ્ક્રિનશોટ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ મેં જ્યારે તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કર્યું ત્યારે આ વાત સાચી સાબિત થઈ. આનાથી મને ઘણો આઘાત લાગ્યો હતો. આ ટ્વીટ કર્યાના એક કલાક પછી એજ યૂઝરે બધાની માફી માગતા કહ્યું હતું કે સમય સંજોગો એવા હતા કે જેમાં હું ઓવર રિએક્ટ કરી બેઠો હતો, હું મારા શબ્દો પાછા લઉં છું.

સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું હતું કે ધોનીને સ્પોર્ટ્સ મિનિસ્ટર બનાવી દો અને ગંભીરને શપથવિધિમાં આમંત્રણ આપો. આટલું જ નહીં યુઝર્સે વિવિધ મિમ શેર કરીને પણ ગંભીરની મજાક ઉડાવી હતી, જુઓ કેટલાક આવાજ મિમ્સ​​​

અન્ય સમાચારો પણ છે...