તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ કોમેન્ટ:ગંભીરે કહ્યું- ન્યૂઝીલેન્ડ 2019ના વર્લ્ડ કપમાં ટાઇટલનું હકદાર હતું, ઇંગ્લેન્ડ સાથે સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે 26 અને ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી ફટકારી હતી. વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું. - Divya Bhaskar
વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે 26 અને ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી ફટકારી હતી. વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું.

વર્લ્ડ કપ 2019ની વિવાદિત ફાઈનલમાં ઇંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટ નિયમના આધારે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું છે કે, કિવિઝ ટાઇટલ જીતવા હકદાર હતું. તેને ઇંગ્લેન્ડ સાથે સંયુક્તપણે વિજેતા જાહેર કરવાની જરૂર હતી.

વર્લ્ડ કપ ફાઇનલ અને ત્યારબાદ સુપર ઓવર બંને ટાઈ રહ્યા હતા. ત્યારબાદ આઇસીસીના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમના આધારે ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું. ટીકા પછી આઇસીસીએ આ નિયમ બદલ્યો અને કહ્યું કે, જ્યાં સુધી એક ટીમ બીજી ટીમ કરતા વધુ રન નથી બનાવતી ત્યાર સુધી સુપરઓવર ચાલુ રહેશે.

'ન્યૂઝીલેન્ડને પરફોર્મન્સ માટે ક્રેડિટ મળ્યું નથી' ગંભીરએ સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં જણાવ્યું હતું કે, તે સમયે વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવાની જરૂર હતી. કિવિઝને ટાઇટલ મળવું જોઈતું હતું, પરંતુ દુર્ભાગ્યવશ તે થયું નહીં. તેઓ સતત સારું પ્રદર્શન કરતા આવ્યા છે. 2015 અને 2019 એમ સતત બે વાર રનરઅપ રહ્યા. તેમણે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યા છતાં તેમને ક્રેડિટ મળતો નથી .

ઇંગ્લેન્ડ 26 બાઉન્ડ્રી સાથે વિજેતા બન્યું હતું 2019માં યોજાયેલા વર્લ્ડ કપ ફાઇનલમાં સુપર ઓવર રમવામાં આવી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું હતું. આ પણ પ્રથમ વખત બન્યું હતું જ્યારે મેચ અને સુપર ઓવર બંને ટાઈ થયા હતા. ન્યૂઝીલેન્ડે 241 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ 241 રનમાં ઓલઆઉટ થયું હતું. ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં 15 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે પણ સુપરઓવરમાં 15 રન જ કર્યા હતા. આખા મેચમાં ઇંગ્લેન્ડે 26 અને ન્યૂઝીલેન્ડે 17  બાઉન્ડ્રી ફટકારી હતી. વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો