હવે IPLમાં પણ 12 પ્લેયર રમશે!:આ વખતના IPLથી ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ લાગુ થશે, 14મી ઓવર સુધીમાં ખેલાડીને ઉતારી શકાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ પ્લેયર રિપ્લેસમેન્ટ કરી શકશે. BCCI IPLની 16મી સિઝનથી ટેક્ટિકલ સબસ્ટિટ્યૂશનના કોન્સેપ્ટને લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડે આ માટે તમામ ફ્રેન્ચાઈઝીને મેસેજ નોટ મોકલી છે. આ નિયમ લાગુ થયા પછી એક મેચમાં 12 ખેલાડીઓ ટીમ વતી રમતા જોઈ શકાશે. જો કે, એક ઇનિંગમાં વધુમાં વધુ 10 વિકેટ જ પડી શકે છે.

BCCIના આ મેસેજ નોટમાં જણાવવામાં આવ્યું છે કે 2023ની સિઝનથી સબ્સ્ટીટ્યૂશનનો નિયમ લાગુ થશે. આ નવો નિયમ ટૂંક સમયમાં વિગતવાર સમજાવવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે ટેક્ટિકલ સબસ્ટિટ્યૂશનનો નિયમ એ જ હશે જે ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અપનાવવામાં આવ્યો હતો.

સબસ્ટિટ્યૂશન નિયમ કેવો હશે?
ટોસ સમયે, મેચ રમી રહેલી બન્ને ટીમે પ્લેઇંગ-11ની સાથે 4-4 સબસ્ટિટ્યૂશન ખેલાડીઓના નામ આપવાના રહેશે. બન્ને ટીમ મેચ દરમિયાન પ્લેઇંગ-11માંના કોઈપણ ખેલાડી સાથે આમાંથી એક ખેલાડીને બદલી શકશે. જો કે, સબસ્ટિટ્યૂશનનો નિર્ણય સંપૂર્ણપણે ટીમ પર રહેશે. જો તેઓ ઈચ્છે તો પહેલા બોલથી લઈને છેલ્લા બોલ સુધી 11 ખેલાડીઓ સાથે રમી શકે છે.

રિપ્લેસ થયા પછી માત્ર નવો ખેલાડી જ આખી મેચ રમશે. એકવાર મેચ દરમિયાન બેન્ચ પર મોકલવામાં આવ્યા પછી, રિપ્લેસ્ડ થયેલો ખેલાડી મેદાનમાં પરત ફરી શકશે નહીં.

SMATમાં ઇમ્પેક્ટ પ્લેયર રૂલ લાગુ કરવામાં આવ્યો હતો
ભારતની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી (SMAT) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં BCCIએ ઇમ્પેક્ટ પ્લેયર રૂલનો સમાવેશ કર્યો હતો. આ હેઠળ, ટીમ ટોસ સમયે 4-4 સબસ્ટિટ્યૂશન ખેલાડીઓનું નામ આપી હતી. જેમને મેચ દરમિયાન રિપ્લેસ પણ કરવામાં આવ્યા હતા.

કઈ ઓવરમાં ફેરફાર કરી શકાય?
IPLના નવા નિયમ હજુ સુધી વિગતવાર સમજાવવામાં આવ્યા નથી, પરંતુ જો આ નિયમ SMATના ઇમ્પેક્ટ પ્લેયર નિયમ જેવો જ હશે, તો ટીમ બન્ને ઇનિંગમાં 14મી ઓવર સુધીમાં ખેલાડીઓને બદલી શકશે. એટલે કે છેલ્લી 6 ઓવરમાં ટીમ પ્લેયર્સને સબસ્ટિટ્યૂટ નહિ કરી શકે.

કેટલી બેટિંગ મળશે?
કોઈપણ ખેલાડીને ટેક્ટિકલ સબસ્ટિટ્યૂશન નિયમ હેઠળ બદલી શકાય છે. ભલે તે બેટિંગ કર્યા પછી આઉટ થઈ ગયો હોય અથવા તેની કુલ ઓવર્સ પૂરી કરી ગયો હોય. ટૂંકમાં, જે ખેલાડી સબસ્ટિટ્યૂટ તરીકે મેદાન પર આવે છે તે આખી બેટિંગ કરી શકશે અને તેના ક્વોટાની પૂરી ચાર ઓવર પણ ફેંકી શકશે. જો કે, એક ઇનિંગમાં વધુમાં વધુ 10 વિકેટ જ હોઈ શકે છે. એટલે કે, જો આઉટ થઈ ગયેલા બેટરની જગ્યાએ કોઈ સબસ્ટિટ્યૂટ પ્લેયર આવે છે, તો તેના માટે બાકીના ખેલાડીઓમાંથી એકે બેટિંગ છોડી દેવી પડશે.

જો કોઈ ખેલાડી મેચ દરમિયાન નબળી અથવા ધીમી સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરે છે, તો તેને બેટિંગ દરમિયાન પણ બદલી શકાય છે. આ બરાબર ટેસ્ટમાં કન્સશન રૂલ જેવું છે. જેમાં જો ખેલાડી ઈજાગ્રસ્ત થઈને બહાર જાય છે તો તેની જગ્યાએ નવો ખેલાડી આવે છે. સાથે જ ટીમની કોઈ વિકેટ પણ જતી નથી.

પહેલો સબસ્ટિટ્યૂટ પ્લેયર ઋતિક શૌકીન હતો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 11 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીએ પોતાના ખેલાડી ઋતિક શૌકીનને રિપ્લેસ કરવામાં આવ્યો હતો. દિલ્હીના ઓપનર હિતેન દલાલની જગ્યાએ ઑફ સ્પિનર શૌકીનને મણિપુરની સામે મેચમાં ઉતારવામાં આવ્યો હતો. આ રીતે ઋતિક ઇમ્પેક્ટ પ્લેયર રૂલ પ્રમાણે સબસ્ટિટ્યૂટ થનારો પહેલો પ્લેયર બન્યો હતો.

ડોમેસ્ટિકમાં દિલ્હી તરફથી રમતો ઋતિક શૌકીન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.
ડોમેસ્ટિકમાં દિલ્હી તરફથી રમતો ઋતિક શૌકીન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવો રૂલ હતો
16 વર્ષ પહેલા 2005-06માં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સુપરસબ સિસ્ટમ હતો. જેમાં મેચ વખતે પ્લેયર રિપ્લેસ કરી શકાતા હતા. પરંતુ જે ખેલાડીને મેદાનની બહાર મોકલવામાં આવ્યો હતો, અને તે આઉટ થઈ ચૂક્યો હોય, તો નવા ખેલાડીને બેટિંગ મળતી નહોતી. તો જો બોલરે અમુક ઓવર્સ ફેંકી દીધા બોય, તો નવો બોલર પોતાના ક્વોટાની ઓવર્સ ફેંકી શકતો નહોતો. તે જુના બોલરની બચેલી ઓવર્સ જ ફેંકી શકે તેમ હતો.

X-ફેક્ટર રૂલ બિગ-બૈશ લીગમાં છે
ઓસ્ટ્રેલિયાની ફ્રેન્ચાઈઝી લીગ બિગ-બૈશ લીગ (BBL)માં X-ફેક્ટર રૂલ છે. જેના પ્રમાણે પહેલી ઇનિંગના 10 ઓવર સુધીમાં જ ટીમ સબસ્ટિટ્યૂટ પ્લેયરને પ્લેઇંગ-11માં સામેલ કરી શકે છે. જે ખેલાડીએ આ દરમિયાન બેટિંગ કરી નથી અથવા તો એક ઓવર જ ફેંકી છે, તેને જ રિપ્લેસ કરી શકાય છે.