ભારત-શ્રીલંકા મેચની મોમેન્ટ્સ:હતાશ-નિરાશ દેખાયો રોહિત શર્મા, વિરાટ ઝીરો રને થયો ક્લીન બોલ્ડ; દિલશાનની શાનદાર બોલિંગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ ગઈ હતી, જેમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચના હીરો પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કેપ્ટન દાસુન શનાકા અને દિલશાન મધુશંકા રહ્યા હતા. જોકે રોહિત શર્માએ પણ આ મેચમાં રેકોર્ડ બનાવ્યા છે.

આ મેચમાં અમુક એવી મોમેન્ટ્સ વિશે વાત કરીશું, જે વાંચવાની તમને મજા આવશે. તો ચાલો... નજર કરીએ...

5. રોહિત શર્મા એશિયા કપમાં ભારતનો સર્વાધિક સ્કોરર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 72 રન બનાવ્યા હતા. તેણે પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની 28મી ફિફ્ટી મારી હતી. આ ઉપરાંત તેણે આ મેચમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિન તેંડુલકરે એશિયા કપમાં 971 રન બનાવ્યા હતા. રોહિત એશિયા કપની 30મી ઇનિંગમાં જ સચિનને પાછળ છોડીને ભારત તરફથી સર્વાધિક સ્કોરર બની ગયો છે.

4. દિલશાન મધુશંકાની ધારદાર બોલિંગ

શ્રીલંકાના યુવા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાએ ભારત સામે ધારદાર બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં 4 ઓવરમાં 24 રન દઈને 3 વિકેટ ઝડપી હતી. તેણે આ મેચમાં વિરાટ કોહલી, દીપક હુડ્ડા અને રિષભ પંતને આઉટ કર્યા હતા. આ ત્રણેય મુખ્ય બેટ્સમેનને આઉટ કરીને તેણે શ્રીલંકાની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. મધુશંકાએ વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ ઉપરાંત તેણે એક જ ઓવરમાં દીપક હુડ્ડા અને રિષબ પંતને આઉટ કરીને ભારતને સારું ફિનિશિંગ કરવા દીધું નહોતું.

3. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસ વચ્ચે 97 રનની પાર્ટનરશિપ

ભારતે આપેલા 174 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકા ટીમે જોરદાર શરૂઆત કરી હતી. તેના ઓપનર્સ પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે પહેલી વિકેટ માટે 97 રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં નિસાંકાએ 37 બોલમાં 52 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 37 બોલમાં 57 રન કર્યા હતા. આ બન્ને વચ્ચેની પાર્ટનરશિપ શ્રીલંકાની ટીમ માટે વિજયી સાબિત થઈ હતી.

2. રિષભ પંતે રનઆઉટ મિસ કર્યો

ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે છેલ્લી ઓવરમાં રનઆઉટ મિસ કર્યો હતો. અર્શદીપ સિંહે છેલ્લી ઓવર કમાલની નાખી હતી. તે જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે તેને 6 બોલમાં 7 રન ડિફેન્ડ કરવાના આવ્યા હતા. તે છેલ્લા 2 બોલ સુધી મેચને ખેંચી ગયો હતો. જોકે તેણે નાખેલી 19.5 ઓવરના બોલને રમવામાં શનાકા નિષ્ફળ રહ્યો હતો. જોકે સામે છેડે રહેલા ભાનુકા રાજપક્ષે રન લેવા માટે દોડી ગયો હતો. આ દરમિયાન બોલ વિકેટકીપર રિષભ પંતના હાથમાં હતો. તેણે થ્રો કર્યો હતો, પરંતુ તે રાજપક્ષેને રનઆઉટ કરી શક્યો નહોતો અને શનાકા અને રાજપક્ષેએ 2 રન દોડીને શ્રીલંકાને જિતાડી દીધું હતું.

1. દાસુન શનાકાની શાનદર ગેમ​​​​​​​

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ભારત સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 18 બોલમાં 33 રન બનાવી દીધા હતા, જેમાં તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 183.33નો રહ્યો હતો. આ ઉપરાંત બોલિંગથી પણ તેણે પોતાની કુશળતા દેખાડી હતી. શનાકાએ 2 ઓવરમાં 26 રન દઈને 2 વિકેટ ઝડપી હતી. તેણે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેના આ શાનદાર ઓલરાઉન્ડ દેખાવને કારણે પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...