તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Pakistan's Front Line Bowler Frightened By Rohit Sharma, He Said, "They Deliver The Ball To The Stands Like A Fireball."

પાકિસ્તાનનો બોલર રોહિત શર્માથી ભયભીત:હસન અલીએ કહ્યું- તે અગન ગોળાની માફક બોલને સ્ટેન્ડ્સમાં પહોંચાડે છે

20 દિવસ પહેલા
હસન અલી અને રોહિત શર્માની ફાઈલ તસવીર
  • એશિયા કપ (2018) અને વર્લ્ડ કપ (2019) દરમિયાન રોહિતે પાક. વિરૂદ્ધ આક્રમક ઇનિંગ રમી હતી

પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ પણ ભારતીય ટીમના ખેલાડીઓના કારકિર્દીના માર્ગને અનુસરતા હોય છે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માનો ફેન છે. હસને કહ્યું હતું કે રોહિત શર્માને બોલિંગ કરવી ઘણી મુશ્કેલ છે, તે આક્રમક સ્વરૂપે મારી ઓવરમાં ચોગ્ગા છગ્ગા મારી શકે છે. રોહિતને બોલિંગ કરવી મારા માટે પડકારરૂપ છે.

હસન અલીનો રોહિત શર્મા અંગે ઘટસ્ફોટ
હસન અલીએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે રોહિતને બોલિંગ કરવી ઘણી મુશ્કેલ છે, મેં આ 2018ના એશિયા કપ અને 2019ના વર્લ્ડ કપ દરમિયાન અનુભવ્યું હતું. જોકે ચેમ્પિયન્સ ટ્રોફી (2017)માં મને એની વિરૂદ્ધ વધુ બોલિંગ કરવાની તક પ્રાપ્ત થઈ નહોતી. રોહિત શર્મા કોઈપણ ખેલાડીની ઓવરમાં રનોનો વરસાદ કરવા માટે સક્ષમ છે.

હસન અલીએ વધુમાં જણાવ્યું હતું કે રોહિત શર્મા ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે, એ જ્યાં ઇચ્છે છે એ મેદાનના ખૂણામાં બોલને પહોંચાડી શકે છે. વિશ્વમાં કોઈપણ ખેલાડી રોહિતનું અનુકરણ કરી શકવા માટે સક્ષમ નથી.

હસન અલીના સ્ટેટ્સ
હસન અલીએ પાકિસ્તાન તરફથી 13 ટેસ્ટમાં 57 વિકેટ ઝડપી છે. અલીએ 54 વનડે મેચમાં 85 વિકેટ ઝડપી છે. વળીં, 36 T-20 મેચમાંથી અલીએ 48 વિકેટ પોતાને નામ કરી છે. હસન અલીને પાકિસ્તાનના ટોપ બોલર્સની યાદીમાં સામેલ કરવામાં આવે છે.

પોકિસ્તાન વિરૂદ્ધ રોહિતના સ્ટેટ્સ પ્રશંસનીય છે
રોહિત શર્માની વાત કરીએ તો જ્યારે પાકિસ્તાન વિરૂદ્ધની મેચ આવે ત્યારે એના બેટ માંથી આગન ગોળાની માફક બોલ બાઉન્ડ્રી લાઇનને ક્રોસ કરી જતો હોય છે. રોહિત શર્માએ પાકિસ્તાન વિરૂદ્ધ 16 વન ડેમાં 51.42ની સરેરાશ સાથે 720 રન બનાવ્યા છે. રોહિતે 2 સદી અને 6 અડધી સદી નોંધાવી છે. 2019ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રોહિત શર્માએ 140 રનનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્મા 2 ઈનિંગમાં અણનમ પણ રહ્યા હતા.

પાકિસ્તાન વિરૂદ્ધ સચિનના સ્ટેટ્સ
ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અત્યારે સચિન તેંડુલકરના નામે છે. સચિને 69 મેચમાં 40.09 સરેરાશથી 2526 રન નોંધાવ્યા હતા. સચીને 5 સદી અને 16 અર્ધસદી નોંધાવી હતી. 141 રન એમનો બેસ્ટ સ્કોર છે. આ ઈનિંગ તેડુંલકરે 2004માં રાવલપિંડીમાં રમી હતી. સચિન ચાર વેળા અણનમ પણ રહ્યો હતો.

પાકિસ્તાની ખેલાડીઓ ભયભીત
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મેદાન-એ-જંગ વિશ્વ વિખ્યાત છે. ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી બંને ટીમો વચ્ચે શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ ICCની ટૂર્નામેન્ટ્સમાં આ બંને ટીમો વચ્ચે મેદાન-એ-જંગ યોજાતો હોય છે. તેવામાં પણ પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીના ઘટસ્ફોટ પરથી સ્પષ્ટ અનુમાન લગાવાઇ રહ્યું છે કે તેની ટીમના ખેલાડીઓ પણ ભારતીય ક્રિકેટર્સથી પ્રભાવિત અને મેદાનમાં પ્રદર્શન દાખવતી વખતે ચોગ્ગા છગ્ગા ખાવાના ડરથી ભયભીત હોય છે.

અન્ય સમાચારો પણ છે...