• Gujarati News
  • Sports
  • Cricket
  • Friction Between Rahul And Hasaranga On The Field; The Umpire Was Also Shocked To See Chahar's Wonderful Catch

તસવીરોમાં ભારત-શ્રીલંકા બીજી T-20:મેદાન પર રાહુલ અને હસારંગા વચ્ચે ઘર્ષણ; ચહરનો અદ્ભુત કેચ જોઈ અમ્પાયર પણ ચોંકી ઊઠ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકાએ બુધવારે ભારતને બીજી T-20માં 4 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે 3 મેચની સિરીઝ હવે 1-1થી બરાબર થઇ છે. આજે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે, આજની મેચ પર નિર્ણય થશે કે T-20 ટ્રોફી કોણ જીતશે. બીજી T-20માં રાહુલ ચહર અને વાનિંન્દુ હસારંગા વચ્ચે મેદાનમાં અથડામણ પણ જોવા મળી. હસારંગાએ 11 બોલ પર ઝડપથી 15 રન બનાવી લીધેલા.

એ પછી 15મી ઓવરમાં રાહુલ ચહર બોલિંગ કરવા આવ્ચો. તેણે એ ઓવરના છેલ્લા બોલ પર હસારંગાને ભુવનેશ્વરના હાથે કેચ આઉટ કરાવ્યો. વિકેટ લીધા પછી ચહર થોડો ગુસ્સે થઇ ગયો, પરંતુ હસારંગાએ આના જવાબમાં ચહરને જવાબતો ના આપ્યો, પણ તેમણે તાલી પાડી તેમના બોલની પ્રશંસા કરી.

એની પહેલાં ભુવનેશ્વરે અવિષ્કા ફર્નાડોને રાહુલ ચહરના હાથે કેચ આઉટ કરાવ્યો. બાઉન્ડરી પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલે આ કેચને પકડવા ડાઇવ મારી, પરંતુ તેનું સંતુલન બગડી જતાં તે બાઉન્ડરીની બહાર જતો રહ્યો. એ દરમિયાન તેણે બોલને બાઉન્ડરીની અંદર ફેંકી ફરી ડાઇવ લગાવીને કેચ પકડી લીધો. આ કેચને જોઇ એમ્પાયર પણ ચોંકી ગયા હતા.

ઋતુરાજ અને ધવન વચ્ચે પહેલી વિકેટ માટે 49 રનની પાર્ટનરશિપ થઈ હતી.

કેપ્ટન ધવન ફરી એક વખત ફિફ્ટી ચૂક્યો. તે 42 બોલ પર 40 રન બનાવી આઉટ થયો. તેને અકિલાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. છેલ્લી મેચમાં તેણે 46 રન બનાવ્યા હતા.

ડેબ્યુટેન્ટ ઋતુરાજ ગાયકવાડ 18 બોલ પર 21 રન બનાવી આઉટ થયો. તેની વિકેટ શનાકાએ લીધી.

પડિક્કલ 23 બોલ પર 29 રન આઉટ થયો. હસારંગાએ તેમને ક્લીન બોલ્ડ કર્યો.

આઉટ થયા પહેલાં પડિક્કલે રિવર્સ સ્વિપ પર ચોગ્ગો માર્યો હતો. આગળના બોલ પર મોટો શોટ મારવાના ચક્કરમાં આઉટ થયો હતો.

શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે સૌથી વધુ 2 વિકેટ લીધી. એ સિવાય દુષ્મંથ ચમીરા, વાનિંન્દુ હસારંગા અને દાસુન શનાકાને 1-1 વિકેટ મળી

ધવનને રનઆઉટ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહેલા શ્રીલંકન ખેલાડી.

સંજુ સેમસન 13 બોલ પર 7 રન બનાવી આઉટ થયો. તેમને અકિલાએ ક્લીન બોલ્ડ કર્યો.

સેમસનને આઉટ કર્યા પછી ઉજવણી કરી રહેલા શ્રીલંકન ખેલાડી. સેમસને પહેલાં T-20માં 27 રન કર્યા હતા.

રાહુલનો કેચ જોઇને ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ચોંકી ગયા હતા.

વરુણ ચક્રવર્તીએ બીજી T-20માં શાનદાર બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી. વરુણે સમરવિક્રમાને ક્લીન બોલ્ડ કર્યો હતો.

મિનોદ ભાનુકા 31 બોલ પર 36 રન બનાવી આઉટ થયો. તેને કુલદીપ યાદવે આઉટ કર્યો. કુલદીપે મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાના કેપ્ટન દાસુન 6 બોલ પર 3 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ કુલદીપે ઝડપી હતી.

ધનંજય ડી સિલ્વાએ સારી ઇનિંગ્સ રમી હતી. તે 34 બોલ પર 40 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. તેણે કરુણારત્ને સાથે મળીને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી.

અન્ય સમાચારો પણ છે...