IPLની મોટાભાગની ફ્રેન્ચાઇઝી વુમન્સ પ્રિમીયર લીગની ટીમ ખરીદવામાં રસ બતાવ્યો છે. WIPLની પહેલી સિઝન આ વર્ષે IPLની પહેલા રમાશે.
BCCI વુમન્સ IPLની ટીમને વેચવા માટે મંગળવારે ટેન્ડર બહાર પાડી ચૂકી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સે WIPLમાં ટીમ ખરીદવામાં રસ બતાવ્યો છે.
માર્ચથી શરૂ થશે WIPL
વુમન્સ IPL એટલે કે વુમન્સ ઈન્ડિયન પ્રિમીયર લીગ માર્ચમાં યોજાશે. 26 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં T20 વર્લ્ડ કપની ઠીક પછી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વુમન્સ IPLની પહેલી સિઝન બે વેન્યૂ પર રમાશે. કુલ 22 મેચની આ મેગા ઇવેન્ટમાં દર ટીમની પાસે 18 પ્લેયર હશે. તો વિદેશી ખેલાડીઓની સંખ્યા 6 રાખવામાં આવી છે. પાંચ પ્લેયરથી વધુ વિદેશી ખેલાડીને પ્લેઇંગ-11માં નહી લઈ શકાય.
IPL ફ્રેન્ચાઇઝીઓએ સાઉથ આફ્રિકી લીગમાં પણ ટીમ ખરીદી છે
સાઉથ આફ્રિકામાં આ વર્ષથી શરૂ થનારા T20 લીગમાં બધી જ 6 ટીમને IPL ફ્રેન્ચાઇઝીઓના માલિકોએ ખરીદી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સે ટીમ ખરીદી છે.
કારવાં ફોર્મેટમાં રમાઈ શકે મેચ
વુમન્સ IPL કારવાં ફોર્મેટમાં રમાઈ શકે છે. કારવાં ફોર્મેટ એટલે કે એક જ શહેરમાં બધી જ મેચ રમાશે. પછી ત્યાંથી બીજા શહેરમાં બધી જ ટીમ રવાના થશે. કોવિડ વખતે 2021માં આવી જ રીતે IPL થયો હતો. IPLના સેકન્ડ ફેઝમાં IPLની ટીમ UAE ગઈ હતી. ટૂર્નામેન્ટની બધી જ મેચ 2 વેન્યૂ પર રમાશે. પહેલો હાફ એક જગ્યાએ અને બીજો હાફ વેન્યૂ પર રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.