તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Four Members Of The Indian Team's Support Staff, Including The Head Coach, Are In Isolation, The Match Will Not Be Affected

રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ:હેડ કોચ સહિત સપોર્ટ સ્ટાફના 4 મેમ્બર આઇસોલેટ કરાયા, ઈન્ડિયા v/s ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ રમાશે

17 દિવસ પહેલા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની ગેમ શરૂ થાય તે પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ઈન્ડિયન ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં રખાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે.

દરેક ખેલાડીના RT-PCR ટેસ્ટ કરાયા
BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું- અમારી મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને સાવચેતીના પગલે આઇસોલેટ કર્યા છે. તમામ સ્ટાફ મેમ્બર્સનો RT-PCR ટેસ્ટ કરાયો છે અને તેમને હોટલમાં આઇસોલેટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી તેમનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તે ટીમ સાથે જોડાઇ શકશે નહીં.

ટીમ ઈન્ડિયાની ફાઇલ તસવીર
ટીમ ઈન્ડિયાની ફાઇલ તસવીર

BCCIએ નિવેદનમાં વધુમાં કહ્યું- બાકીની ટીમ ઇન્ડિયા માટે બે ફ્લો ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા- એક ગત રાત્રે અને એક સવારે. જે સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને ઓવલ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.

ચોથા દિવસે ટીમ ઈન્ડિયા આગળ
અત્યારે ઈન્ડિયન ટીમનો સ્કોર ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 3 વિકેટના નુકસાને 290 રનને પાર પહોંચી ગયો છે. એટલું જ નહીં ઈન્ડિયાએ 190+ રનની લીડ પણ મેળવી લીધી છે.

કોહલીએ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમવી પડશે
સીરીઝમાં અત્યારસુદી વિરાટ કોહલીએ 2 અર્ધસદી નોંધાવી છે. તેવામાં સિરીઝ ડિસાઈડર મેચમાં વિરાટ કોહલીએ મેચ વિનિંગ નોક રમવાની જરૂર રહેશે. ડો આજે ઈન્ડિયન ટીમ 250થી 350 રનનો લક્ષ્યાંક ઇંગ્લેન્ડને આપવા ઇચ્છતી હોય તો કોહલીએ એક એન્ડ પર પોતાની વિકેટ બચાવીને રમવું જ પડશે.

અન્ય સમાચારો પણ છે...