તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Former Pakistan Fast Bowler Akhtar Says Kohli Was As Mischeavous As I Was 10 Years Ago, But With The Support Of Team Management He Became A Big Player.

વખાણ:પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે કહ્યું- કોહલી 10 વર્ષ પહેલા મારા જેટલો મસ્તીખોર હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટના સપોર્ટથી મોટો ખેલાડી બન્યો

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરાટે 334 મેચ (248 વનડે, 86 ટેસ્ટ)માં 70 સદી મારી છે. તેના નામે વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે 10 વર્ષ પહેલાં વિરાટ મારા જેટલો જ મસ્તીખોર હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટના સમર્થનને કારણે તે મોટો ખેલાડી બન્યો. અખ્તરે યૂટ્યૂબ શો ક્રિકેટબાઝ પર આ વાત કરી હતી.

અખ્તરે કહ્યું કે આજે વિરાટ સંપૂર્ણ રીતે અલગ સ્તરે પહોંચી ગયો છે. પરંતુ વિરાટ બ્રાન્ડની પાછળ કોણ છે ? તે 2010માં ક્યાંય ન હતો. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેની પ્રતિભાને માન્યતા આપી અને સપોર્ટ કર્યો. ખુદ કોહલીને ખાતરી હતી કે તેમનું સન્માન દાવ પર છે. આવી સ્થિતિમાં, તેણે તેનું ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું.

અખ્તરે સચિન તેંડુલકર સાથેની સરખામણી અંગે કહ્યું કે, વર્તમાન ભારતીય કેપ્ટન પોતાનું ક્રિકેટ એવા સમયમાં રમ્યો છે, જેમાં બેટ્સમેનને પડકાર મળતો નથી. પરંતુ તેમ છતાં, કોહલીએ જે પ્રાપ્ત કર્યું છે, તેને ઓછું આંકી શકાય તેમ નથી. તે તેંડુલકર (18426) પછી વનડેમાં સૌથી વધુ 11867 રન કરનાર બેટ્સમેન છે. તેમજ T-20માં સૌથી વધુ 2794 રન બનાવનાર બેટ્સમેન છે.

વિરાટે 334 મેચમાં 70 સદી મારી

 • તેંડુલકરે 100 ઇન્ટરનેશનલ સદી માટે 663 મેચ (463 વનડે અને 200 ટેસ્ટ) રમ્યો છે, જ્યારે વિરાટે 334 મેચ (248 વનડે, 86 ટેસ્ટ)માં 70 સદી મારી છે.
 • કોહલીએ વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી મારી છે. જ્યારે સચિનની ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી છે.
 • રનની વાત કરીએ તો સચિને ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન કર્યા છે. જ્યારે કોહલીએ ટેસ્ટમાં 7240 અને વનડેમાં 11867 રન બનાવ્યા છે.
 • અખ્તર તાજેતરમાં પોતાના દેશના લોકો પર જ ગુસ્સે થયો હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે કેમ ટીમ ઈન્ડિયા અથવા વિરાટ કોહલીની પ્રશંસા કરી શકતો નથી.
 • પાકિસ્તાન કે વિશ્વનો કોઈપણ ખેલાડી કોહલીની નજીક પણ નથી.

કોહલી ભારતીય છે, શું એટલે હું વખાણ કરી શકું?

 • શોએબે કહ્યું, "મને ખબર નથી કે લોકો શા માટે નારાજ છે, તેઓએ મારી ટીકા કરતા પહેલા આંકડા તરફ જોવું જોઈએ."
 • શું તેઓ નફરતને ધ્યાનમાં રાખે છે અથવા ફક્ત એટલા માટે કે તેઓ (કોહલી) ભારતીય છે. તે ભારતીય હોવાથી હું તેમના વખાણ ન કરી શકું?
 • જો કોઈને કોહલીની ક્ષમતાઓ વિશે કોઈ શંકા હોય તો તેણે ડેટા ચેક કરવો જોઈએ.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો