ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ:ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ભારત માટે બેસ્ટ પ્લેઈંગ-11 પસંદ કરી, હાર્દિક-જાડેજાનો સમાવેશ કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આગામી મહિનાઓ નિર્ણાયક બની રહેશે. છેલ્લી વખત T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારીને સુપર-12 સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તેમણે 5 લીગ મેચમાં કુલ 3 જીત મેળવી હતી. ICCની આ આગામી ઈવેન્ટ પહેલા એશિયા કપ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા અથવા ફરીથી ફોર્મ મેળવવાનું પ્લેટફોર્મ સાબિત થશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2022) અને ડોમેસ્ટિક ક્રિકેટની વર્તમાન સિઝનમાં ફોર્મના આધારે કોને તક આપવી તે અંગે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ઘણી અટકળો ચાલી રહી છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે પણ આ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે.

વસીમ જાફરે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કર્યો છે. આ સિવાય જાફરે IPLના ફોર્મને જોતા હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમારને પણ જગ્યા આપી હતી. બંને ટુર્નામેન્ટ એક મહિનામાં યોજાનાર છે. તેમણે કહ્યું કે જો દીપક ચાહર ફિટ છે તો ટીમમાં મોહમ્મદ શમી કરતાં તેને પસંદ કરી શકાય છે.

જાફરે સ્કાઈ247 પરના શો 'Not Just Cricket'માં કહ્યું, 'એશિયા કપમાં પસંદગીકર્તાઓ એવા ખેલાડીઓને પસંદ કરવા માંગતા નથી જે T20 વર્લ્ડ કપ માટે ફ્રેમમાં નથી. તમારે કોઈપણ ફેરફાર વિના તેમને સમર્થન આપવાની જરૂર છે. ટીમમાં મોહમ્મદ શમી અને દીપક ચાહર વચ્ચે પસંદગી થશે. ટૂર્નામેન્ટ પહેલા તે મેચ ફિટનેસ પાછી મેળવી શકશે કે કેમ તે જોવું રહ્યું. તમે બેકઅપ વિકલ્પ તરીકે પૃથ્વી શોને પસંદ કરી શકો છો. આ ટીમમાં રાહુલ ત્રિપાઠીની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ શકે છે. ત્યારે નટરાજન પણ દાવેદારોમાંથી એક હશે.

એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે જાફરની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રિત બુમરાહ

ટીમના અન્ય સભ્યો: ઋતુરાજ ગાયકવાડ, દિનેશ કાર્તિક/સંજુ સેમસન, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, મોહમ્મદ શમી/દીપક ચાહર

બેકઅપ: પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી અને ટી નટરાજન

અન્ય સમાચારો પણ છે...