પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ગયા મહિને ઘણા ફેરફાર થયા છે. નઝમ સેઠી PCBના ચીફ બન્યા, તો શહીદ અફ્રિદીએ પણ સિલેક્શન સમિતિની કમાન સંભાળી. મેનેજમેન્ટમાં થયેલા ફેરફાર સાથે હવે વારો હતો ટીમ બદલવાનો. મેનેજમેન્ટ ઇચ્છે છે કે પાકિસ્તાનની ટીમનો પૂર્વ કોચ મિકી આર્થર ફરીથી કોચની ભૂમિકા નિભાવે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિકીએ પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિ જોઇને ત્યાં આવવાથી ઇનકાર કરી દીધો.
આના પર વસીમ અકરમે ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે કોચ PCBથી ડરે છે. કારણ કે તેમને ખબર નથી કે ક્યારે મેનેજમેન્ટ બદલાઇ જાય અને તેમને ટીમમાથી નિકાળી દેવામાં આવે.
આર્થરને બોલાવવા ઇચ્છે છે નઝમ સેઠી
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, આર્થર પાકિસ્તાન આવવા માટે વિચાર કરી રહ્યા છે. PTIના એક સોર્સ અનુસાર, હકીકત એ છે કે જ્યારે PCB ચીફ, નઝમ સેઠીએ તેમની સાથે વાતચીત શરૂ કરી અને તેમને હેડ કોચના રૂપે ફરીથી સામેલ થવા માટે કહેવામાં આવ્યું. તેના પર આર્થરે કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટમાં ફરીથી કામ કરવાનું પસંદ કરશે, પરંતુ પહેલાં તેમનો કોન્ટ્રેક્ટ અચાનકથી ખતમ કરી દીધો.
2019 વર્લ્ડ કપ પછી PCBએ આર્થરને નિકાળ્યો
આર્થરે સેઠીને કહ્યું કે, 2019 વનડે વર્લ્ડ કપ દરમિયાન એહસાન મનીની અધ્યક્ષતામાં PCBએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમનો કોન્ટ્રેક્ટ આગળ વધારવામાં આવશે. પરંતુ પાકિસ્તાને ચાર મેચ જીતવા છતાં સેમીફાઇનલમાં સ્થાન ન બનાવ્યું, અને આ કારણને લઇને તેમને નિકાળી દીધા.
બીજી વાત એ પણ છે કે આર્થરનો કોન્ટ્રાક્ટ ઇંગ્લેન્ડની કાઉંટી ક્રિકેટ ટીમ ડર્બીશાયરની સાથે છે. જો આર્થર ડર્બીશાયર છોડીને પાકિસ્તાન ક્રિકેટનો હિસ્સો બને છે તો તેની ગેરંટી નથી કે PCB લાંબો કોન્ટ્રેક્ટ આપી શકે કે નહીં.
આર્થર કન્સલ્ટન્ટ બનવા તૈયાર પરંતુ પાકિસ્તાનમાં રહેશે નહીં
PTIના સોર્સ અનુસાર આર્થરે સેઠીને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન બોર્ડના કન્સલ્ટન્ટ એટલે કે સલાહકારના રૂપે કામ કામ કરવા ઇચ્છુક છે. પરંતુ PCB તેના માટે તૈયાર નથી. આર્થર 2016માં સેઠીની અધ્યક્ષતામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ બને. તેઓ 2019 સુધી ટીમમાં ભાગીદાર રહે. પરંતુ PCB ચીફ ચેન્જ થતાં જ તેમને ટીમમાંથી નિકાળી દીધા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.