તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલીને લક્ષ્મણનો સાથ:પૂર્વ ક્રિકેટરે કહ્યું- વિરાટના પેટરનિટી લીવના નિર્ણયનું સન્માન કરો, તે એક ફેમિલી મેન પણ છે

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટરનિટી લીવની બાબતમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણનો સાથ મળ્યો છે. લક્ષ્મણે કહ્યું હતું કે આપણે બધાએ વિરાટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. તમે એક પ્રોફેશનલ ક્રિકેટર છો, પણ સાથે એક ફેમિલી મેન પણ છો. એટલા માટે તમારે પરિવારનું ધ્યાન રાખવાના નિર્ણયો પણ લેવા પડે છે.

પોતાના પુત્રના જન્મ વખતે લક્ષ્મણ વિદેશ પ્રવાસે હતા
લક્ષ્મણ 2006-07માં પ્રથમવાર પિતા બન્યા હતા. તે સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા. આ કારણે તે પરિવારને સમય આપી શક્યા ન હતા. પરંતુ અમુક વર્ષો પછી પુત્રીના જન્મ વખતે તેમણે અમુક રણજી મેચ મિસ કરી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ લક્ષ્મણે એ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તમે જ્યારે પ્રથમવાર પિતા બન્યા હોય તે ક્ષણ મહત્વપૂર્ણ હોય છે.

ઓસ્ટ્રેલિયા સામે જીતવાની તક
લક્ષ્મણ માને છે કે ઓસ્ટ્રેલિયાને ત્રણેય ફોર્મેટમાં હરાવવાની ટીમ ઈન્ડિયા પાસે સારી તક છે. ભારતીય ટીમ 27 નવેમ્બરના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડે રમશે. 71 વર્ષ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતી હતી.

ટીમ ઈન્ડિયા સ્લેજિંગથી ઘણી દૂર છે
ઓસ્ટ્રેલિયાની ટીમ સ્લેજિંગ માટે જાણીતી છે. આ અંગે પૂછાતા તેઓએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સ્લેજિંગથી ઘણી દૂર છે. આ ટીમ ઘણી આક્રમક છે. દરેક ખેલાડીનો એક અલગ રોલ છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ હંમેશા રમતને મુશ્કેલ રીતે રમી છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આજ તેની રમવાની ખાસિયત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો