વિરાટ મુદ્દે કપિલ દેવનો યોર્કર:પૂર્વ કેપ્ટને કહ્યું- કોહલીએ પોતાનો અહંકાર છોડી રમવું પડશે, એક બેટર તરીકે તેને ગુમાવી ન શકાય

4 મહિનો પહેલા
  • વિરાટે સમજી-વિચારીને નિર્ણય લીધો- કપિલ દેવ

વિરાટ કોહલીએ શનિવારે ઈન્ડિયન ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામું આપી દીધું છે. આ અંગે ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી કપિલ દેવે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી વિરાટ દબાણમાં હોય તેમ લાગી રહ્યું હતું. હવે તેને અહંકાર છોડી યુવા ક્રિકેટરના અંડરમાં રમવાનું શરુ કરી દેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે T-20 વર્લ્ડ કપ પછી તેણે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારપછી તેણે વનડેની કેપ્ટનશિપથી હટાવી દેવાયો હતો અને રોહિતને વનડે કેપ્ટન બનાવાયો હતો. જોકે આ દરમિયાન બંને ખેલાડી વચ્ચે મતભેદના વિવાદે પણ જોર પકડ્યું હતું, તેવામાં હવે વિરાટે દ.આફ્રિકા ટૂરમાં ટેસ્ટ સિરીઝ પછી ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે.

વિરાટે સમજી-વિચારીને નિર્ણય લીધો- કપિલ દેવ
વિરાટે સમજી-વિચારીને નિર્ણય લીધો- કપિલ દેવ

વિરાટને એક બેટર તરીકે ગુમાવી ન શકાય- કપિલ દેવ
ઈન્ડિયન ટીમના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે સુનીલ ગાવસ્કર મારા અંડરમાં રમ્યા. હું શ્રીકાંત અને અઝહરુદ્દીનના અંડરમાં રમ્યો. મને ક્યારેય અહંકાર નથી થયો. વિરાટે પણ અહંકારનો ત્યાગ કરી યુવા ક્રિકેટરના અંડરમાં રમવું પડશે. આનાથી વિરાટની કરિયર અને ઈન્ડિયન ટીમને ઘણો ફાયદો થશે. વિરાટને નવા કેપ્ટનને ગાઈડ કરવો જોઈએ, આપણે વિરાટને એક બેટર તરીકે ગુમાવી ન શકીએ.

કપિલ દેવે વિરાટના નિર્ણયને આવકાર્યો
કપિલ દેવે રવિવારે ઈંગ્લિશ અખબાર મિડ-ડે સાથે વાતચીત કરતા કહ્યું કે હું વિરાટની કેપ્ટનશિપ છોડવાના નિર્ણયને આવકારું છું. તેણે જ્યારે T20ની કેપ્ટનશિપ છોડી ત્યારે તે ઘણા કપરા સમયથી પસાર થઈ રહ્યો હતો. આની સાથે અત્યારે પણ તે ચિંતિત જોવા મળ્યો હતો. હવે તે ઘણો પ્રેશરમાં જોવા મળે છે. વિરાટના આ નિર્ણયથી તેને રમવામાં વધુ ફોકસ કરવામાં સહાય થશે અને તે પોતાના અંગત પ્રદર્શનને સારું કરી શકશે.

વિરાટે સમજી-વિચારીને નિર્ણય લીધો- કપિલ દેવ
કપિલ દેવે વધુમાં જણાવ્યું કે વિરાટ કોહલીએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય સમજી-વિચારીને લીધો છે. તે એક પરિપક્વ માણસ છે. હવે એવું પણ બની શકે કે વિરાટ કોહલી કેપ્ટનશિપની મજા ન માણવા માગતા હોય. અત્યારે સમગ્ર દેશે આ વિરાટ કેપ્ટનને ધન્યવાદ કહી આગામી સિરીઝ માટે શુભેચ્છા પાઠવવી જોઈએ.

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામા પછી કહ્યું...
મેં 7 વર્ષથી ટીમને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવી છે અને આમાં મારું સંપૂર્ણ સમર્પણ આપ્યું છે. મેં આ તમામ ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી છે. દરેક યુગનો એક સમય હોય છે અને મને લાગી રહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે મારો બસ આ ક્ષણો પૂરતો જ સમય હતો. આ દરમિયાન મેં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે અને દરેક મેચમાં એક ખેલાડી અને કેપ્ટન તરીકે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ધોનીએ મારા પર વિશ્વાસ રાખ્યો હતો- વિરાટ
કોહલીએ પોસ્ટમાં લખ્યું છે કે હું રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ ગ્રુપને ધન્યવાદ કહેવા માગુ છું. તે ઈન્ડિયન ટેસ્ટ ટીમના એન્જિન સમાન રહ્યા છે, જેમની સહાયથી અમે ઘણી સિરીઝ પોતાને નામ કરવામાં સફળ રહ્યા છીએ. આની સાથે કોહલીએ ફેન્સને ધન્યવાદ કહેતા કહ્યું કે તમે પણ મારા વિઝનમાં મારો સાથ આપ્યો છે. તમારા સપોર્ટ અને પ્રેમથી જ અમે ઉત્સાહ પૂર્વક ગેમ રમી શક્યા છીએ. અંતમાં હું મહેન્દ્ર સિંહ ધોનીનો ધન્યવાદ કહેવા માગુ છું. તેમણે મારા પર વિશ્વાસ રાખી મને ઈન્ડિયન ટીમની કમાન સોંપી હતી. ધોનીને આશા હતી કે હું ઈન્ડિયન ટીમને નવી ઉંચાઈઓ સર કરવામાં સહાય કરી શકીશ.

અન્ય સમાચારો પણ છે...