તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Former Captain Azharuddin Said: "It Would Not Be A Surprise If Rishabh Pant Becomes The Captain Of Team India In The Near Future. His Aggressive Play Is Beneficial For The Country."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટું નિવેદન:પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીને કહ્યું- ઋષભ પંત આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બને તો આશ્ચર્ય નહીં થાય, તેની આક્રમક રમત દેશ માટે ફાયદાકારક

16 દિવસ પહેલા
  • શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને IPL 2021 માટે દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી

પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે અંગે મોટું નિવેદન આપ્યું છે. અઝહરુદ્દીને કહ્યું કે, મને સહેજ પણ આશ્ચર્ય નહીં થાય જો પંતને ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવે. તેની આક્રમક રમત ટીમ માટે ફાયદાકારક છે.

ત્રણેય ફોર્મેટમાં હિટ છે પંત
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ઐતિહાસિક જીત અપાવ્યા પછી ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેના લીધે જ શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં દિલ્હી કેપિટલ્સે તેને કેપ્ટન બનાવ્યો. અઝહરુદ્દીને કહ્યું કે, પંતની વિસોફટક બેટિંગ ભારતના ભવિષ્ય માટે બહુ સારી છે.

અઝહરનું મોટું નિવેદન
અઝહરના નામથી જાણીતા પૂર્વ કપ્તાને સોશિયલ મીડિયા પર લખ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયા પંત માટે શાનદાર રહ્યા અને તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે. જો સિલેક્ટર્સ ભવિષ્યમાં તેને કેપ્ટન તરીકે જોવે તો તેમાં આશ્ચર્ય ન થવું જોઈએ. તેની આક્રમક રમતથી ટીમ ઇન્ડિયાને આવનારા સમયમાં બહુ ફાયદો થશે.

દિલ્હીની ટીમની કપ્તાની કરવી મારુ સપનું હતું: પંત
કપ્તાન બન્યા પછી પંતે કહ્યું કે, મેં IPL રમવાની શરૂઆત 6 વર્ષ પહેલાં કરી હતી. મેં દિલ્હીને મારી સામે આગળ વધતા જોઈ છે. મારુ સપનું હતું કે એક દિવસ આ ટીમની કપ્તાની કરું. આજે આ સપનું પૂરું થઈ રહ્યું છે. આ જવાબદારી આપવા બદલ ટીમના માલિક અને મેનેજમેન્ટનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની ટીમ 10 એપ્રિલના રોજ પોતાની સીઝનની પહેલી મેચમાં ચેન્નઈ સામે ટકરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો