• Gujarati News
  • Sports
  • Cricket
  • Former Australian Cricketer Mitchell Johnson Said The Formation Of The Team Would Be Dangerous, Short Of Fast Bowlers

ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર ફરી સવાલો ઉઠ્યા:પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ જોનસને કહ્યું ટીમની રચના જોખમી, ફાસ્ટ બોલરની ખામી રહેશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયાની ટીમની રચના જોખમી લાગી રહી છે, કારણકે બાઉન્સી પિચ માટે ભારત પાસે કદાચ ફાસ્ટ બોલરની ખામી છે. તેવું ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર મિચેલ જોનસનનું માનવું છે. મિચેલ ડાબોળી ફાસ્ટ બોલર હતા.

તાજેતરમાં, જ્યારે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે અનુભવી બોલર મોહમ્મદ શમી રિઝર્વ ખેલાડી છે અને જસપ્રીત બુમરાહ, ભુલનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ 15 ખેલાડીઓની ટીમમાં હશે. સિલેક્ટરોનો આ નિર્ણય કેટલાક ક્રિકેટ નિષ્ણાતો માટે આશ્ચર્યજનક હતો, કારણ કે તેઓ શમી સિવાય બુમરાહ, હર્ષલ, અર્શદીપ અને ભુવનેશ્વર પર આધાર રાખતા હતા.

જોનસને કહ્યું, "જો તમારી પાસે ઓલરાઉન્ડર (ફાસ્ટ બોલર), બે સ્પિનર્સ અને ચાર ફાસ્ટ બોલર છે, તો તે એક રીતે થોડું જોખમી છે, પરંતુ ભારતને કદાચ બે ઝડપી બોલર અને એક ઓલરાઉન્ડર (હાર્દિક પંડ્યા) છે અને બે સ્પિનરોને એકસાથે રમાડવાનું વિચારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ત્રણ ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન આપવું પડશે. કેટલીક પરિસ્થિતિમાં ચારની પણ જરૂર પડે. ઉદાહરણ તરીકે પર્થ. મને લાગે છે કે આ એમની યોજના છે, પરંતુ માત્ર ચાર બોલરો સાથે તે જોખમી નીવડી શકે છે. વાસ્તવમાં, મિશેલ જોનસન લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેવા માટે ભારત આવ્યો છે. આ દરમિયાન તેણે ભારતીય ટીમની પસંદગી અંગે પોતાના મંતવ્યો આપ્યા હતા.

પહેલા પણ ઘણા દિગ્ગજો ટીમ સિલેક્શનને લઈને પોતાનો અભિપ્રાય આપી ચૂક્યા છે
જોનસન પહેલા પણ કેટલાક પૂર્વ ક્રિકેટરોએ ટી20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય કૃષ્ણમ્માચારી શ્રીકાંત, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર ​​ડેનિશ કનેરિયાએ મોહમ્મદ શમી, સંજુ સેમસન અને શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

હું હર્ષલની જગ્યાએ શમીને પસંદ કરત: શ્રીકાંત
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ, કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, “જો હું પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત, તો મોહમ્મદ શમી ચોક્કસપણે ટીમમાં હોત. અમે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ. તેની પાસે ગતિ અને ઉછાળવાની ક્ષમતા છે. તે શરૂઆતની ઓવરમાં વિકેટ લઈ શકે છે. આવી સ્થિતિમાં હું હર્ષલને બદલે શમીને ટીમમાં રાખત. હર્ષલ પટેલ સારો બોલર છે એમાં કોઈ શંકા નથી, પરંતુ સંજોગો જોતાં મોહમ્મદ શમી વધુ સારો ખેલાડી સાબિત થયો હોત.

અઝહરે કહ્યું- શમી અને ઐય્યરને ટીમમાં સ્થાન ન મળતા આશ્ચર્ય થયું
તે જ સમયે, પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ પસંદગી સમિતિના આ નિર્ણયથી નારાજ હતા. તેમણે ટ્વિટર પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું-T20 વર્લ્ડ કપમાં 15 ખેલાડીઓની ટીમમાં શમી અને ઐય્યરને સ્થાન ન મળતા આશ્ચર્ય થયું. મારી દૃષ્ટિએ શ્રેયસને દીપકની અને મોહમ્મદ શમીને હર્ષલની જગ્યાએ હોવું જોઈતું.

સેમસનને અવગણવું ખોટું છેઃ કનેરિયા
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ કહ્યું હતું કે, 'સંજુ સેમસન જેવા ખેલાડી માટે આ થોડું અયોગ્ય છે. તેને T20 વર્લ્ડ કપની ટીમમાં તક આપવી જોઈતી હતી. તેણે એવી કઈ ભૂલ કરી છે જેના કારણે તેને ટીમમાં જગ્યા નથી આપવામાં આવી રહી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ભારતની હોમ સિરીઝમાં પણ સેમસનને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. મેં રિષભ પંતની જગ્યાએ સંજુ સેમસનને પસંદ કર્યો હોત.

અન્ય સમાચારો પણ છે...