તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટએટેકના કારણે મુંબઈ ખાતે અવસાન, તેઓ 59 વર્ષના હતા

7 મહિનો પહેલા
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ડીન જોન્સ એક્સપર્ટ કોમેન્ટેટર તરીકે કાર્યરત હતા - Divya Bhaskar
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ડીન જોન્સ એક્સપર્ટ કોમેન્ટેટર તરીકે કાર્યરત હતા
 • નેવુના દાયકાની ઓસ્ટ્રેલિયન ટીમમાં વન ડાઉન બેટ્સમેન તરીકે ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા
 • IPL કોમેન્ટ્રી સાથે જોડાયેલ જોન્સ વિવિધ ચેનલ્સ પર ક્રિકેટ સંબંધિત શોનું સંચાલન પણ કરતા હતા

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. એલન બોર્ડરની કેપ્ટનશીપ હેઠળની અપરાજેય મનાતી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)માં કોમેન્ટ્રી આપી રહેલા જોન્સ મુંબઈની સેવન સ્ટાર હોટેલમાં કોરોના સંબંધિત બાયો સિક્યોર બબલની સુરક્ષામાં હતા. ત્યાં હાર્ટ એટેક આવતાં તેમનું અવસાન થયું છે.

ડીન જોન્સ વન-ડે ક્રિકેટના નિષ્ણાંત બેટ્સમેન મનાતા હતા
ડીન જોન્સ વન-ડે ક્રિકેટના નિષ્ણાંત બેટ્સમેન મનાતા હતા

મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સે 52 ટેસ્ટમાં 11 સદી વડે 3631 રન કર્યા હતા. જ્યારે 164 વન-ડે ઈન્ટરનેશનલમાં 7 સદી અને 46 ફિફ્ટીની મદદથી 6068 રન કર્યા હતા. ક્રિકેટના વન-ડે ફોર્મેટના તેઓ શ્રેષ્ઠ ખેલાડી ગણાતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો