ભાસ્કર એનાલિસિસ:કારકિર્દીમાં પ્રથમ વખત વિરાટ કોહલી 2 મેચ મિસ કરી શકે છે

લોર્ડ્સ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી વન-ડે આજે સાંજે 5.30 કલાકે
  • ટીમ ઈન્ડિયાની નજરો ઈંગ્લેન્ડ સામે સળંગ બીજી સીરિઝ જીતવા પર ​​​​​​​

વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને પ્રથમ વન-ડેમાં 10 વિકેટે હરાવનારી ટીમ ઈન્ડિયા ગુરુવારે બીજી મેચમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઉતરશે. જોકે, વિરાટ કોહલીના ઈજાને કારણે આ મેચમાં પણ રમવા બાબતે શંકા છે. તે ગ્રોઈન ઈન્જરીને કારણે મંગળવારે પણ પ્રથમ વન-ડે રમી શક્યો ન હતો. જો તે ગુરુવારે પણ નહીં રમે તો તેની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં પ્રથમ ઘટના હશે, જ્યારે તે ઈજાને કારણે સળંગ બે મેચ મિસ કરશે. કોહલી જો સંપૂર્ણ ફિટ થયા વગર મેદાનમાં ઉતરે છે તો માંસપેશીઓમાં ખેંચાણ મોટી ઈજામાં તબદીલ થઈ શકે છે.

રોહિત એન્ડ કંપનીને આશા છે કે, તેમના બોલરોને લોર્ડ્સની પિચ પર પણ ઓવલ જેવી મદદ મળશે. જ્યાં બોલરોએ ઈંગ્લેન્ડની ટીમને 110 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. બુમરાહની આગેવાનીમાં બોલરોએ તોફાની દેખાવ કર્યો હતો. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત તમામ 10 વિકેટ ફાસ્ટ બોલરોના ખાતામાં ગઈ હતી. રોહિતે પણ અડધી સદી ફઠકારી અને ધવને તેનો સાથ આપ્યો હતો. એકપક્ષીય જીત પછી રોહિત દ્વારા પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કરવાની સંભાવના ઓછી છે. કેપ્ટન રોહિત શ્રેયસ અય્યર પર વધુ ફોકસ કરશે, જેના શોર્ટ બોલ સામે સમસ્યા વધતી જઈ રહી છે. ઈંગ્લેન્ડના બટલર, જો રૂટ, સ્ટોક્સ, બેરસ્ટો, લિવિંગસ્ટોનની હાજરી બોલિંગ આક્રમણને રોકી શકે છે. લોર્ડ્સ પર ભારતે 8 વન-ડે રમી છે, જેમાંથી ચાર જીતી છે.

ઈંગ્લેન્ડમાં ત્રીજી વન-ડે સીરિઝ જીતવાની તક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 19 દ્વિપક્ષીય સીરિઝ રમી છે, જેમાંથી ભારતે 10 અને ઈંગ્લેન્ડે 7 જીતી છે. બે ડ્રો રહી છે. બંને ટીમ વચ્ચે ઈંગ્લેન્ડમાં 9 દ્વિપક્ષીય સીરિઝ રમાઈ છે. ઈંગ્લેન્ડે 6 અને બારતે 2 જીતી છે. એક સીરિઝ ડ્રો રહી છે. જો ભારતીય ટીમ ગુરુવારે મેચ જીતે છે તો ત્રીજી વન-ડે સીરિઝ પોતાને નામ કરી લેશે. બંને વચ્ચે છેલ્લે ઈંગ્લેન્ડમાં 2018માં રમાયેલી સીરિઝ યજમાન ટીમે 2-1થી જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...