તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
IPL 2021 માટે ખેલાડીઓનું ઓક્શન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે IPLમાં પહેલી વખત સચિન, વિરાટ અને અઝહર એક જ ટીમમાં એક સાથે રમતા જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાંથી વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરૂદ્દીન અને સચિન બેબી એક સાથે રમતા જોવા મળશે. જો કે કોહલી ઓક્શનનો હિસ્સો ન હતો.
IPLના ઈતિહાસમાં સૌથી મોઘા ખેલાડીની વાત કરવામાં આવે તો તે વિરાટ કોહલી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 17 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં રિટર્ન કર્યો હતો. જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનને RCBએ તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અઝહરૂદ્દીને સૈયદ મુશ્તાક ટી-20માં માત્ર 37 બોલમાં સેન્ચુરી ફટકારીને વાહવાહી મેળવી હતી. તો સચિન બેબીને RCBએ તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો છે.
વિરાટ કોહલી
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીની વાત કરવામાં આવે તો તે છે વિરાટ કોહલી. જેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 17 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જ રિટર્ન કર્યો હતો. વિરાટ કોહલી શરૂઆતથી જ એક જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. કેપ્ટન તરીકે IPLનો એકપણ ખિતાબ ન અપાવનાર વિરાટ કોહલીને લીગમાં સૌથી વધુ પૈસા મળે છે. વિરાટને IPLની એક સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 17 કરોડ રૂપિયા આપે છે.
સચિન બેબી
કેરળના જ સચિન બેબીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. 32 વર્ષનો સચિન કેરળ માટે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તેણે 80 T-20માં 26.76ની એવરેજ અને 134.68ની સ્ટ્રાઇક રેટથી 1499 રન કર્યા છે. તે 2016માં બેંગલોરની ટીમનો ભાગ રહ્યો હતો. ત્યારે બેંગલોર રનરઅપ બન્યું હતું. ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યું હતું.
મોહમ્મદ અઝહરુદ્દીન
કેરળના યુવા ઓપનર મોહમ્મદ અઝહરૂદ્દીનને RCBએ 20 લાખમાં ખરીદ્યો છે. આ ખેલાડીએ આ વર્ષે મુશ્તાક અલી ટ્રોફીમાં 37 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટના ઈતિહાસની બીજી સૌથી મોટી ફાસ્ટ શદી હતી. પોતાની 137 રનની ઈનિંગમાં અઝહરુદ્દીને 9 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા હતા. 26 વર્ષના અઝહરૂદ્દીને સમગ્ર ટૂર્નામેન્ટમાં 194.54ની સ્ટ્રાઈક રેટથી 214 રન બનાવ્યા હતા.
2015માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ વિકેટકીપર બેટ્સમેને T-20માં અત્યારસુધી 19 મેચોમાં 144.80ના સ્ટ્રાઈક રેટથી 404 રન બનાવ્યા છે. બે વર્ષ અગાઉ પણ અઝહરુદ્દીનનું નામ ઓક્શન લિસ્ટમાં હતું.
IPL ઓક્શન અગાઉ અઝહરુદ્દીનને ભાસ્કર સાથે વાતચીત કરી. તેમણે કહ્યું હતું કે એમએસ ધોનીની જેમ તે પણ ક્રિકેટ અગાઉ ફૂટબોલ રમતો હતો. ગોલકીપર હોવાને કારણે તેમને ક્રિકેટમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. માહી અને એડમ ગિલક્રિસ્ટ તેમના પસંદગીના વિકેટકિપર છે. અઝહરુદ્દીનનું સપનું વિરાટ કોહલીની સાથે રમવાનું છે. તે ઈચ્છે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેને ખરીદે, જેથી તેનું સપનું પૂરું થઈ શકે. ત્યારે RCBએ જ અઝહરૂદ્દીનને 20 લાખમાં ખરીદતા વિરાટ સાથે રમવાનું સપનું તેનું પુરું થશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.