તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • For 13 Years, This Indian Has Been Making A Living By Selling T shirts Outside The Stadium Wherever They Go ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયન ટીમ થકી રોજીરોટી:13 વર્ષથી ઇન્ડિયાની ટીમ જ્યાં જાય ત્યાં જઈને સ્ટેડિયમ બહાર ટીશર્ટ વેચીને ચલાવે છે ગુજરાન

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જગન્નાથ આચાર્ય મૂળ કોલકાતાના છે. તેઓ 13 વર્ષથી ઇન્ડિયાનાં પ્રિન્ટેડ ટીશર્ટ વેચે છે અને મેચ શરૂ થતાં સ્ટેડિયમમાં જઈને ફૂડ બેવરેજીસનું કામ પણ કરે છે. - Divya Bhaskar
જગન્નાથ આચાર્ય મૂળ કોલકાતાના છે. તેઓ 13 વર્ષથી ઇન્ડિયાનાં પ્રિન્ટેડ ટીશર્ટ વેચે છે અને મેચ શરૂ થતાં સ્ટેડિયમમાં જઈને ફૂડ બેવરેજીસનું કામ પણ કરે છે.

મોટેરા સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે એનો સૌને ઉત્સાહ છે. મેચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, ઓફફલાઇન-ઓનલાઇન ટિકિટ વેચાણ ચાલુ છે. ત્યારે મેચ જોવા આવનારા દર્શકો માટે પ્રિન્ટ ટીશર્ટ વેચનાર કોલકાતાના જગન્નાથ આચાર્ય ટીશર્ટ લઈને અમદાવાદ પહોંચ્યા છે. છેલ્લાં 13 વર્ષથી તેઓ ટીમ ઇન્ડિયા જ્યાં મેચ રમવા જાય છે ત્યાં જઈને ટીશર્ટ વેચીને ગુજરાન ચલાવે છે.

જગન્નાથ આચાર્ય મૂળ કોલકાતાના રહેવાસી છે. છેલ્લાં 13 વર્ષથી તેઓ ઇન્ડિયાની ક્રિકેટ ટીમ જ્યાં મેચ રમવા જાય એ જગ્યાએ જઈને ઇન્ડિયાની ટીમનાં પ્રિન્ટેડ ટીશર્ટ વેચે છે અને મેચ શરૂ થતાં સ્ટેડિયમમાં જઈને ફૂડ બેવરેજીસનું કામ પણ કરે છે.

13 વર્ષ પહેલાં ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ મેચથી કામ શરૂ કર્યું
આ કામ દ્વારા જ જગન્નાથ આચાર્ય રોજગારી મેળવે છે. તેઓ નાના હતા ત્યારથી જ તેમને મેચનો શોખ હતો અને બાદમાં રોજગારી માટે તેમને આ શોખને કામમાં રૂપાંતરિત કર્યું. ભારતમાં જ્યાં પણ ટીમ ઇન્ડિયાની મેચ હોય છે ત્યાં જઈને જગન્નાથ આચાર્ય ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનાં નામવાળાં અને અન્ય પ્રિન્ટવાળાં ટીશર્ટ વેચે છે. 13 વર્ષ અગાઉ જયપુરમાં ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ મેચ હતી ત્યારથી તેમણે આ કામ શરૂ કર્યું હતું અને 13 વર્ષથી સતત આ કામ કરે છે. હાલ તેઓ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ આવ્યા છે, જ્યાં મેચની ઓફફ્લાઈન ટિકિટ વેચાણ શરૂ થયું હોવાથી ટીશર્ટ વેચશે તેવી આશા સાથે આવ્યા છે. ટીશર્ટ વેચાઈ ગયાં બાદ તેઓ મેચના દિવસે સ્ટેડિયમમાં પણ જશે અને ફૂડ બેવરેજીસનું કામ પણ કરશે.

1 મહિનો અમદાવાદમાં રોકાશે
જગન્નાથ આચાર્યને ટીમ ઇન્ડિયા માટેનો પ્રેમ હોવાથી અન્ય કોઈ ટીમના ટીશર્ટ નથી વેચતા, માત્ર ટીમ ઇન્ડિયાના જ પ્રિન્ટ કરાયેલાં ટીશર્ટ વેચે છે. હમણાં તેઓ અમદાવાદ છે અને જ્યાં સુધી ટેસ્ટ મેચ અને T-20 શ્રેણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમદાવાદમાં જ રહેશે. એ બાદ તેઓ પુણેમાં વનડે શ્રેણી રમાવાની છે તો ત્યાં જશે. એ બાદ અંતે પોતાના ઘરે કોલકાતા જવાના છે. IPL બાદ ફરી આ કામ પર લાગી જશે. આમ, પોતાના ઘરેથી દૂર રહીને અલગ અલગ જગ્યાએ ફરીને પોતાનું ગુજરાન ચલાવે છે જગન્નાથ આચાર્ય.

ચાહકો મોટેરામાં મેચ જોવા આતુર
ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ - 'મોટેરા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ અને 1 લાખ 10 હજારની બેઠક- ક્ષમતા ધરાવતા સ્ટેડિયમનો શુભ આરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટથી 24 ફેબ્રુઆરીથી થશે. કોરોનાના લીધે કુલ કેપેસિટીના 50% દર્શકોને પ્રવેશ મળશે, એટલે કે 55 હજાર લોકો ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચિયર કરી શકશે. ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને માત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો