• Gujarati News
  • Sports
  • Cricket
  • Five Other Players, Including Rohit Sharma, Will Be The Leading Batsman To Be Dismissed At Zero In The IPL.

શરમજનક રેકોર્ડ:IPLમાં શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનમાં સૌથી આગળ રોહિત શર્મા સહિત અન્ય 5 ખેલાડી, એક ભૂલ થશે તો શરમજનક રેકોર્ડ પોતાને નામ કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હરભજન સિંહ- ફાઈલ ફોટો. - Divya Bhaskar
અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હરભજન સિંહ- ફાઈલ ફોટો.
  • રોહિત શર્મા, અજિંક્ય રહાણે, હરભજન સિંહ, પાર્થિવ પટેલ અને અંબાતી રાયડુ 13-13 વખત શૂન્ય પર આઉટ થયેલા છે
  • જો આ ખેલાડી ફેઝ-2માં શૂન્ય પર આઉટ થશે તો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરશે

IPL ફેઝ-2 રવિવારથી શરૂ થવા જઈ રહી છે. એ પહેલાં એક આશ્ચર્યજનક રેકોર્ડ સામે આવ્યો છે. આ રેકોર્ડ સૌથી વધુ ઝીરો પર આઉટ થનારા બેટ્સમેનનો છે. અત્યારસુધીમાં IPLના ઈતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનમાં રોહિત શર્મા સહિત પાંચ નામો સામેલ છે.

એમાં રોહિત શર્મા, અજિંક્ય રહાણે, હરભજન સિંહ, પાર્થિવ પટેલ અને અંબાતી રાયડુનો સમાવેશ થાય છે. તેઓ 13-13 વખત શૂન્ય પર આઉટ થયેલા છે. પાર્થિવ પટેલ IPLમાંથી સંન્યાસ લઈ ચૂકયો છે. બાકીના 4 ખેલાડી રમી રહ્યા છે અને બીજા ફેઝમાં તેમની એક ભૂલ શરમજનક રેકોર્ડ રચી નાખશે.

રોહિત, રહાણે, હરભજન અને રાયડુમાંથી જો કોઈપણ એકવાર શૂન્ય પર આઉટ થાય તો તે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરશે. જોકે રોહિત શર્મા લીગમાં સૌથી વધુ રન બનાવનારામાં ચોથા નંબર પર છે. તેના 207 મેચમાં 5480 રન છે.

ટોપ-11માં મેક્સવેલ અને કાર્તિક જેવા ખેલાડી પણ
આ સિવાય લીગમાં 4 ખેલાડી 12-12 વખત શૂન્ય પર આઉટ થઈ ચૂક્યા છે. એમાં પીયૂષ ચાવલા, મનદીપ સિંહ, મનીષ પાંડે અને ગૌતમ ગંભીર પણ સામેલ છે. તેમના બાદ ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિકનો નંબર આવે છે. આ બંને ખેલાડી 11-11 વખત રન બનાવ્યા વગર પેવેલિયન ભેગા થયેલા છે.

IPLમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારા ખેલાડીઓની યાદી
ખેલાડીમેચરન0 પર કેટલી વખત આઉટ
હરભજન સિંહ16383313
પાર્થિવ પટેલ139284813
અજિંક્ય રહાણે151394113
અંબાતી રાયડુ166379513
રોહિત શર્મા207548013
પીયૂષ ચાવલા16458412
મંદીપ સિંહ104165912
મનીષ પાંડે151346112
ગૌતમ ગંભીર154421712
ગ્લેન મેક્સવેલ89172811
દિનેશ કાર્તિક203394611
અન્ય સમાચારો પણ છે...