મહિલા ક્રિકેટ:પ્રથમ ટી-20 આજે, શ્રીલંકામાં ભારતીય ટીમ અજેય રહી છે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકામાં અજેય છે. ટીમ ત્યાં 6 મેચ રમી છે અને તેમાંથી 5 મેચમાં જીત મેળવી હતી. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. બંને વચ્ચે 3 ટી-20 અને 3 વન-ડે મેચની સીરિઝનો ગુરુવારથી પ્રારંભ થશે. સીરિઝનો પ્રારંભ ટી-20 મેચથી થશે. રાનગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી મુકાબલાનો પ્રારંભ થશે.

ભારતીય ટીમની વર્લ્ડ કપ બાદ આ પ્રથમ સીરિઝ રહેશે. 2009થી અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 18 ટી-20 મેચ રમાઈ છે. જેમાં જીતનું અંતર વઘારે છે. ભારતે 14 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકા માત્ર 3 મેચમાં જીત મેળવી શક્યું છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. ભારત 2016થી અત્યાર સુધી ઘરઆંગણ અને શ્રીલંકામાં એમ બંને સ્થળે લંકન ટીમ સામે અજેય રહ્યું છે. ટીમ ગુરુવારે સતત 11મી જીત મેળવવા ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...