આજે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો:T20 ફોર્મેટમાં બંને ટીમ વચ્ચે પ્રથમ મેચ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

સિડનીએક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર નેધરલેન્ડ્સ સામેની મેચ પર છે. આજે બંને ટીમ વચ્ચે સિડનીમાં ભારતીય સમય અનુસાર, બપોરે 12.30 વાગ્યે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા માટે અહીં મોટા અંતરથી જીત મેળવવી પડશે.

મંગળવારે સિડનીના હવામાનની આગાહી, વરસાદની આગાહી માત્ર 10% હતી. અપડેટ બુધવારે સાંજે બહાર પાડવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતુ કે વરસાદની આગાહી છે, પણ બાદમાં હવામાનમાં ફેરફાર થતાં વરસાદનાં વાદળો દૂર થયાં હતાં. તાપમાન 17 ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

નેધરલેન્ડ્સ પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. શું ટીમ ઈન્ડિયા બીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે? કેવી હશે સિડનીની પિચ અને અન્ય તમામ અપડેટ આ સમાચારમાં જાણીએ...

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદની 40% શક્યતા છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદની 40% શક્યતા છે.

નેધરલેન્ડ્સ કાંટાની ટક્કર આપી શકે છે
વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચોમાં નેધરલેન્ડ્સે યુએઈ અને નામીબિયાને હરાવીને ત્રણમાંથી બે મેચ જીતી હતી. નામીબિયા એ જ ટીમ છે, જેણે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો નેધરલેન્ડ્સના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં 144 રન પર રોકી દીધું હતું. બાંગ્લાદેશ માંડ 9 રનથી જીતી શક્યું હતું.

મેચ કેટલા વાગે શરૂ થશે
મેચ ભારતીય સમય મુજબ, બપોરે 12.30 વાગે શરૂ થશે. લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. પળે-પળનું અપડેટ્સ તમે ભાસ્કર એપ પર પણ જાણી શકે છે.

વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, આજે પણ ટીમ ઈન્ડિયા તેની પાસેથી અપેક્ષા રાખશે.
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 82 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, આજે પણ ટીમ ઈન્ડિયા તેની પાસેથી અપેક્ષા રાખશે.

કેવો હશે સિડની પિચનો મૂડ
સિડનીની વિકેટ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીંની મોટા ભાગની મેચો હાઈ સ્કોરિંગ રહી છે. જો વિકેટમાં બાઉન્સ હોય તો સ્ટ્રોકપ્લે સરળ બની જાય છે. ઓસ્ટ્રેલિયાની આ વિકેટ સ્પિનરો માટે પણ થોડી મદદરૂપ સાબિત થઈ છે.

આ મેદાન પર ચેઝના મામલે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ટીમ ઈન્ડિયાએ 2016માં ઓસ્ટ્રેલિયા સામે અહીં 200 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હતી.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત અને નેધરલેન્ડ્સ મેચ પહેલાં બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું- કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પૂરી કરી. જ્યારે અનુભવી ખેલાડી મેચને જો અંત સુધી લઈ જાય તો વિરોધી ટીમ પર દબાણ વધી જાય છે. એટલા માટે મને લાગે છે કે જીતનું શ્રેય વિરાટ અને હાર્દિકને જાય છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને કોઈ ફેરફારને કોઈ શક્યતા નથી. ટીમ મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશનને ખલેલ પહોંચાડવા માગતું નથી.

ભારત - રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

નેધરલેન્ડ્સ - મેક્સ ઓડોડ, વિક્રમજિત સિંઘે, બાસ ડી લીડ, ટોમ કૂપર, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ, રોલોફ વેન ડેર મેર્વે, ટિમ પ્રિંગલ, ટિમ વાન ડેર ગુટન, ફ્રેડ ક્લાસેન અને પોલ વાન મિકરેન.

અન્ય સમાચારો પણ છે...