દુબઈ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે લાગી આગ:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ 7:30 વાગે શરૂ થશે, ધુમાડો ઘણા દૂર સુધી દેખાયો હતો

20 દિવસ પહેલા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ શરૂ થતાં પહેલાં જ દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગવાની ઘટના બની છે. મેચ 7:30 વાગે શરૂ થવાની છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આજે પોતાની છેલ્લી મેચ રમવા ઊતરશે.

અત્યાર સુધી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યુ છે
એશિયા કપ 2022માં ભારતીય ટીમે ખરાબ પ્રદર્શન કર્યું છે. લીગ મેચમાં સતત બે મેચ જીત્યા પછી સુપર-4માં પહોંચેલી ભારતીય ટીમને પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સુપર-4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે અને શ્રીલંકાએ 6 વિકેટથી હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાને આશા હતી કે અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને હરાવી દીધી હોત, તો ફાઈનલમાં પહોંચવાની આશા પ્રબળ બની જાત. જોકે બુધવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટે હરાવી દીધું હતું.

પાકિસ્તાન અફઘાનિસ્તાન મેચ પછી થયો હતો ઝઘડો

મેચમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
મેચમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ અગાઉ બુધવારે રમાયેલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મેચ પછી બન્ને ટીમના ચાહકો વચ્ચે ઝઘડો થયો હતો. અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી ઓવર સુધી જીતતી નજર આવતી હતી. પાકિસ્તાન પાસે છેલ્લી વિકેટ હાથમાં હતી. પાકિસ્તાનને 6 બોલમાં 12 રનની જરૂર હતી, ત્યારે સ્ટ્રાઈક પર નસીમ શાહ હતો. પૂરી ટુર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી રહેલા ફઝલહક ફારૂકીએ છેલ્લી ઓવર હાથમાં લીધી હતી. એવું લાગી રહ્યુ હતું કે પાકિસ્તાન મેચ હારી જશે. પરંતુ ફારૂકીએ સતત બે બોલમાં બે ફુલટોસ બોલ નાંખ્યા હતા, અને નસીમ શાહે તે બન્ને બોલ ઉપર છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ પાકિસ્તાન જીતી ગયું હતું. આ પછી પાકિસ્તાન ટીમના પ્લેયર્સ હોય કે પછી તેમના ચાહકો, બન્નેએ જીતનો ખૂબ જ જશ્ન મનાવ્યો હતો.

મેચ પૂરી થયા પછી થઈ હતી મારપીટ

આસિફ અલીએ ફરીદ અહેમદનની સામે બેટ ઉગામ્યું હતું.
આસિફ અલીએ ફરીદ અહેમદનની સામે બેટ ઉગામ્યું હતું.

એવું જાણવામાં આવી રહ્યુ છે કે મેચ પૂરી થયા પછી પાકિસ્તાન ફેન્સ અફઘાનના સમર્થકોને ચીઢવવા લાગ્યા હતા. જેને લઈને બન્ને ટીમ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ પછી ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી, અને નારા લગાવવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારત લગાવવા માગે છે જીતનો ચોગ્ગો
એશિયા કપમાં બન્ને ટીમ ફાઈનલમાંથી નીકળી ગઈ છે. બન્ને ટીમે ગ્રુપે સ્ટેજની બધી જ મેચ જીતી હતી, પરંતુ સુપર-4માં બન્ને ટીમનો પાકિસ્તાન અને શ્રીલંકા સામે પરાજય થયો હતો. એટલે બન્ને ટીમ સુપર-4ના પોઇન્ટ ટેબલમાં ખાતું ખોલવાના ઈરાદા સાથે ઊતરશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલમાં કુલ 3 વાર મેચ રમાઈ છે. જેમાં ભારત ત્રણેય મેચ જીત્યું છે.

અન્ય સમાચારો પણ છે...