તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
18 ફેબ્રુઆરીએ યોજાનારી IPL હરાજી માટે 292 ખેલાડીની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શોન માર્શ, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોરી એન્ડરસન અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલ 17 નવાં નામમાં સામેલ છે, જેમણે શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. આ ખેલાડીઓનાં નામ ફ્રેન્ચાઇઝીની વિનંતી પર રાખવામા આવ્યાં છે.
આશ્ચર્યની વાત એ છે કે તેમાં ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત (38)નો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાણીના 31 વર્ષના પુત્રને સ્થાન મળ્યું છે. સૈયદ કિરમાણી એ ભારતીય ટીમના ભાગ હતા, જેમણે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
ALERT🚨: VIVO IPL 2021 Player Auction list announced
— IndianPremierLeague (@IPL) February 11, 2021
2⃣9⃣2⃣ players set to go under the hammer in Chennai on February 18, 2021 😎
More details 👉 https://t.co/m8oEWWw4tg pic.twitter.com/881TWQifah
માત્ર 2 લિસ્ટ-એ મેચ રમી શક્યો છે સાદિક કિરમાણી
સૈયદ કિરમાણીનો પુત્ર સાદિક કિરમાણી પણ વિકેટકીપર બેટ્સમેન છે. જોકે સ્થાનિક ક્રિકેટમાં તેણે કર્ણાટક માટે માત્ર બે લિસ્ટ-એ મેચ રમી છે. તેણે પોતાની છેલ્લી લિસ્ટ-એ મેચ 2015માં રમી હતી. ટી- 20માં પણ તેણે પોતાની છેલ્લી મેચ અઢી વર્ષ પહેલાં 2018માં કર્ણાટક પ્રીમિયર લીગમાં રમી હતી.
શ્રીસંતે 75 લાખ રૂપિયા રાખી હતી પોતાની બેઝ પ્રાઇસ
શ્રીસંતે હરાજી માટે પોતાનું નામ નોંધાવ્યું હતું અને તેની બેઝ પ્રાઇસ રૂપિયા 75 લાખ રાખી હતી. 2013માં સ્પોટ ફિક્સિંગમાં નામ આવવાને કારણે BCCIએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ નાબૂદ કર્યો હતો, પરંતુ હવે IPL મેનેજમેન્ટના વલણથી એવું લાગે છે કે શ્રીસંત માટે વાપસી કરવું સરળ નથી.
61 પ્લેયર પર લાગી શકે છે બોલી
IPLની આગામી સીઝન માટે 8 ફ્રેન્ચાઈઝીની પાસે કુલ 61 સ્લોટ ખાલી છે. આ 61 જગ્યામાં 22 વિદેશી ખેલાડીઓની જગ્યા પણ ખાલી છે. આ ખેલાડીઓને 1097 રજિસ્ટર્ડ ખેલાડીઓના પુલમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં ભારતના 164 અને અન્ય દેશોના 128 ખેલાડી સામેલ છે.
10 ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા
શોર્ટલિસ્ટેડ ખેલાડીઓમાં 10 નામ એવા છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા થશે. તેમાં ભારતના હરભજન સિંહ અને કેદાર જાધવ પણ સામેલ છે. 2 કરોડ બેસ પ્રાઈસમાં અન્ય ખેલાડી ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ(બંને ઓસ્ટ્રેલિયા), મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ પ્લંકેટ, જેસન રોય, માર્ક વૂડ(તમામ ઈંગ્લેન્ડ) અને બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શકિબ અલી હસન પણ આ 10 ખેલાડીમાં છે. પહેલા આ બ્રેકેટમાં રહેલા દક્ષિણ આફ્રિકાના કોલિન ઈનગ્રામ હવે એનો હિસ્સો નથી.
કેપ્ડ ઈન્ટરનેશનલ ખેલાડીઓની સાથે શરૂ થશે બોલી
IPLએ તમામ ફ્રેન્ચાઈઝીને ઈન્ફોર્મ કર્યું છે કે હરાજીની શરૂઆત 18 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી કેપ્ડ ઈન્ટરનેશનલ ખેલાડીઓની સાથે થશે. તેમાં સૌથી પહેલા બેટ્સમેન પર બોલી લાગશે. એ પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર, ફાસ્ટ બોલર્સ અને સ્પિનરનો નંબર આવશે. અનકેપ્ડ ખેલાડીઓની બોલી માટે પણ આ ઓર્ડરને ફોલો કરવામાં આવશે. IPLએ એ પણ જણાવ્યું છે કે 87 પ્લેયર પર બોલી લાગ્યા પછી હરાજીની ઝડપી પ્રક્રિયાને અપનાવવામાં આવશે. તેમાં તમામ અનરિપ્રેઝન્ટેડ અને અનસોલ્ડ ખેલાડીઓ પર બોલી લાગશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.