• Gujarati News
  • Sports
  • Cricket
  • Fielders On Either Side Of The Pitch Kept Trying To Run Out; Not A Single Ball Hit The Stumps, Better Ran 3 Runs

ક્રિકેટનો રમૂજી વીડિયો:પિચની આજુબાજુ ફિલ્ડર રન આઉટનો પ્રયાસ કરતા રહ્યા; એકપણ બોલ સ્ટમ્પને ન વાગ્યો, બેટર્સે દોડીને 3 રન લઈ લીધા

17 દિવસ પહેલા
કર્ટસી- યુરોપિયન ક્રિકેટ
  • 1 રન નહોતો ત્યાં ફિલ્ડિંગ ટીમે 3 આપી દીધા

ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગાના વરસાદ વચ્ચે ઘણા એવા કિસ્સા પણ સામે આવતા હોય છે, જેનાથી પિચ પર જ કોમેડી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાય છે. આવું જ કંઈક યુરોપિયન લીગની મેચ દરમિયાન જોવા મળ્યું હતું. જેમાં બેટર એક રન લેવા જતા રિસ્ક લે છે પરંતુ પિચની આજુ બાજુ ફિલ્ડરો રન આઉટ કરવાના ચક્કરમાં 3 રન આપી દે છે. તમને જણાવી દઈએ કે એકપણ બોલ સ્ટમ્પને ન વાગતાં ફિલ્ડિંગ ટીમ અત્યારે ઘણી ટ્રોલ થઈ રહી છે. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ.....

આવો રન આઉટ ડ્રામા તમે પહેલીવાર જોયો હશે..
વિનોહ્રાડી અને પ્રાગ બાર્બેરિયન્સ વચ્ચેની મેચમાં આ રનઆઉટ ડ્રામા જોવા મળ્યો હતો. પ્રાગની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ત્રીજી ઓવરના પહેલા બોલ પર બેટર શોટ મિસ કરી ગયો હતો. જેના કારણે બોલ વિકેટ કીપર પાસે ગયો આ દરમિયાન બેટર સ્ટેપ આઉટ કરી શોટ મારવા ક્રીઝની બહાર આવ્યો હતો. પરંતુ બોલ મિસ કરી દેતા વિકેટકીપર પાસે સ્ટમ્પિંગની સરળ તક મળી હતી. જોકે કીપર સ્ટમ્પ્સ પર કરેલો થ્રો ચૂકી જતા બંને ખેલાડીઓ રન ભાગવા લાગ્યા હતા. બસ ત્યારપછી વિકેટકીપરે બોલરને થ્રો કર્યો એ પણ મિસ થઈ ગયો, બોલરે ફરીથી વિકેટકીપરને થ્રો આપ્યો એ પણ મિસ થયો તથા છેવટે સ્લિપની પાસે આવેલા ફિલ્ડર પાસે બોલ ગયો એ પણ રન આઉટ ચૂકી જતા મેદાનમાં જોવાજેવી થઈ હતી. આનો લાભ ઉઠાવી બેટર 3 રન ભાગી ગયા હતા.

રનઆઉટ ચૂકી જવાનો રમૂજી ઘટનાક્રમ તસવીરો સાથે
1. સ્ટેપ આઉટ કરી બેટર ક્રીઝની બહાર આવ્યો. પરંતુ બોલ ચૂકી જતા આઉટ થવાનો ચાન્સ હતો.

2. વિકેટકીપરે સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવી અને બોલ સ્ટમ્પ્સ પર થ્રો કર્યો, પરંતુ મિસ કરી જતાં ખેલાડીઓેએ 1 રન લઈ લીધો

3. વિકેટકીપરે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર સ્ટમ્પ્સ પાસે ફિલ્ડિંગ કરી રહેલા ખેલાડી પાસે બોલ ફેંક્યો હતો.

4. બોલર પણ આ તકનો લાભ ન ઉઠાવી શક્યો તથા બોલ ન પકડી શકતાં ખેલાડીઓ બીજો રન ભાગી ગયા હતા.

5. ત્યાર પછી એ બોલરે સ્ટ્રાઈકર એન્ડ પાસે ફરીથી રનઆઉટ કરવા માટે બોલ થ્રો કર્યો, પરંતુ ત્યાં વિકેટ પાસે રહેલા ફિલ્ડરના બે પગ વચ્ચેથી બોલ જતો રહેતાં એ ચાન્સ મિસ થઈ ગયો હતો.

6. આ ફિલ્ડરના પગ વચ્ચેથી બોલ જતો રહેતાં સ્લિપ પાસે રહેલા એક ખેલાડી પાસે બોલ ગયો. તેણે ફરીથી વિકેટ પાસે ફિલ્ડિંગ કરી રહેલા ખેલાડીને બોલ થ્રો કર્યો પરંતુ તે પકડી ન શકતા બંને બેટર ત્રીજો રન પણ ભાગી ગયા હતા. આ દરમિયાન અમ્પાયર પણ જોતા રહી ગયા હતા કે શું થયું!

અન્ય સમાચારો પણ છે...